PM મોદી દિવાળી પહેલા રશિયાના પ્રવાસે જશે, આ સંમેલનમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબર 2024એ રશિયાના પ્રવાસે જશે. પીએમ મોદી રશિયાની અધ્યક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબર 2024એ રશિયાના પ્રવાસે જશે. પીએમ મોદી રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં આયોજિત થનાર 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.
આ શિખર સંમેલન બ્રિક્સ તરફથી શરૂ કરવામાં આવેલા પહેલની પ્રગતિનું આકલન કરવા અને ભવિષ્યમાં સહયોગ માટે સંભવિત વિસ્તારની ઓળખ કરવાની પણ તક આપશે. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી રશિયામાં બ્રિક્સ સભ્ય દેશોની પોતાના સમકક્ષો અને આમંત્રિત નેતાઓની સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે.
બ્રિક્સના સભ્ય દેશ
રશિયા આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈથિયોપિયા, ઈજિપ્ત, આર્જેન્ટીના અને સંયુક્ત અરબ અમીરાત તેના નવા સભ્ય છે.
જુલાઈમાં પીએમ મોદી ગયા હતા રશિયા
આ પહેલા 8 જુલાઈએ પીએમ મોદી બે દિવસીય રશિયાના પ્રવાસે ગયા હતા. જ્યાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બદલ પીએમ મોદીએ પુતિનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે 'આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયાની વચ્ચે સદીઓ જૂની મિત્રતાનું પ્રતિબંબ છે.'







