મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી ચૂંટણી પ્રચાર બંધ થતા જ ધ્યાન ધરવા કન્યાકુમારી જશે!, 2019માં ગયા હતા કેદારનાથ

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાની બેઠકો માટે ચૂંટણી પ્રચાર 30 મે

PM મોદી ચૂંટણી પ્રચાર બંધ થતા જ ધ્યાન ધરવા કન્યાકુમારી જશે!, 2019માં ગયા હતા કેદારનાથ

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાની બેઠકો માટે ચૂંટણી પ્રચાર 30 મે સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાત લેવાના છે. પીએમ મોદી તમિલનાડુના કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. સાતમા તબક્કામાં 57 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થવાનું છે. આ બેઠકો માટે ચૂંટણી પ્રચાર પડઘમ 30 મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. સૂત્રોનું માનીએ તો ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદી 30મી મેની રાત્રે તમિલનાડુના કન્યાકુમારી પહોંચવાના છે.

પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાના મતદાન પહેલા તમિલનાડુની મુલાકાત લેશે. પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધી રહેશે. PM મોદી 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. આ મંડપ એ જ જગ્યાએ બાંધવામાં આવ્યો છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.

જણાવી દઈએ કે, 2019ની લોકસભા માટે ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પીએમ મોદી કેદારનાથ ગયા હતા. અહીં તેમણે રુદ્ર ગુફામાં બેસીને એકાગ્ર ચિત્તે ધ્યાન કર્યું હતું. આ સિવાય 2014 માં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આ પહેલા 30 મેના રોજ સવારે 11 વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ તેઓ તમિલનાડુ જઈને રાતવાસો કરશે. 

નોંધનીય છે કે કન્યાકુમારી એ સ્થાન છે જ્યાં સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા. આ શિલાનો સ્વામી વિવેકાનંદના જીવનમાં મોટો પ્રભાવ રહ્યો છે. જ્યારે લોકોનું માનવું છે કે, જેમ સારનાથનું ગૌતમ બુદ્ધના જીવનમાં વિશેષ સ્થાન છે, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આ શિલાનું વિશેષ સ્થાન છે. સ્વામી વિવેકાનંદ દેશભરમાં ભ્રમણ કરીને અહીં પહોંચ્યા અને ત્રણ દિવસની તપસ્યા કર્યા બાદ વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. 

આ સમાચાર શેર કરો