મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીએ ફોન પર જ બે વખત રશિયા-યૂક્રેન યુદ્ધ રોકાવ્યું, વિદેશ મંત્રીનો મોટો દાવો

લોકસભા ચૂંટણી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે

PM મોદીએ ફોન પર જ બે વખત રશિયા-યૂક્રેન યુદ્ધ રોકાવ્યું, વિદેશ મંત્રીનો મોટો દાવો

લોકસભા ચૂંટણી વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેમને પાકિસ્તાનના કબ્જા ધરાવતા PoKથી લઇને ગાઝામાં બોમ્બમારો અને રાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. વિદેશ મંત્રીએ આ દરમિયાન જણાવ્યું કે પીએમ મોદીએ રશિયા અને યૂક્રેન યુદ્ધને એક નહીં પણ બે વખત ફોન કરીને રોકાવ્યું હતું.

PM મોદીએ ફોન કરીને રશિયા-યૂક્રેન યુદ્ધ રોકાવ્યું

વિદેશ મંતત્રી એસ જયશંકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ પ્રથમ વખત હતું જ્યારે કોઇ દેશે યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને એક નહીં પણ બે વખત રોકવામાં સફળતા મેળવી હોય. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી સરકારે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે જોર લગાવ્યું હતું અને તેમાં સફળતા મેળવી હતી.

પશ્ચિમ અને રશિયાને એક સ્ટેજ પર લાવ્યા

જયશંકરે જણાવ્યું કે G-20 શિખર સમ્મેલન દરમિયાન યૂક્રેનમાં સંકટ એક સળગતો મુદ્દો હતો. અમારો અર્થ હતો કે તમામ દેશને એક સ્ટેજ પર લાવવામાં આવે. હવે સૌથી મોટી સમસ્યા હતી કે રશિયા અને પશ્ચિમને એક સાથે સ્ટેજ પર લાવવા. પશ્ચિમ અને રશિયા વચ્ચે સંબંધ સારા નહતા અને ચીનના ઝુકાવ રશિયા તરફ છે. અમે કોઇ પણ કિંમત પર G-20ને સફળ બનાવવા માંગતા હતા. અમારા માટે શિખર સમ્મેલન શરૂ થયા પહેલાના બે દિવસ તણાવપૂર્ણ હતા. અમે 2-3 દિવસ સુધી ઉંઘ્યા નહતા અને સતત વાત કરીને સમ્મેલનને સફળ બનાવવાનો પ્રયાસ કરતા હતા અને અમને તેમાં સફળતા પણ મળી હતી.

PM મોદીએ એક ફોન પર યુદ્ધ રોકાવ્યું

વિદેશ મંત્રીએ જણાવ્યું કે જો તમે મને યૂક્રેન અને રશિયા યુદ્ધને રોકવાની વાત કરશો તો હું તેન સાક્ષી છું. અમે એક નહીં બે વખત આમ કરીને બતાવ્યું છે. પ્રથમ વખત 5 માર્ચે, જ્યારે આપણા વિદ્યાર્થીઓ યૂક્રેનમાં સુરક્ષિત જગ્યા તરફ જતા હતા અને ભારે ગોળીબાર થતો હતો ત્યારે પીએમ મોદીએ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો અને આપણા વિદ્યાર્થીઓ માટે રસ્તો બનાવવા માટે ગોળીબાર રોકવા કહ્યું હતું. પીએમ મોદીના અનુરોધ પર રશિયાના નેતાએ ગોળીબાર રોકાવ્યો હતો અને આપણા લોકો દેશમાં પરત ફર્યા હતા.

યૂક્રેનમાં ભારતનો બીજો પ્રયાસ પણ સફળ રહ્યો

જયશંકરે જણાવ્યું કે બીજો સફળ પ્રયાસ 8 માર્ચે કરવામાં આવ્યો હતો. યૂક્રેન, રશિયા અને મિલિશિયા વચ્ચે યુદ્ધ ચાલતુ હતું. આપણા વિદ્યાર્થી તે યુદ્ધગ્રસ્ત વિસ્તાર છોડવા માંગતા હતા અને અમે સંઘર્ષને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થઇ શક્યા નહતા. જેવા જ અમારા વિદ્યાર્થી બસ પર સવાર હતા, ગોળીબાર શરૂ થઇ જાત પછી વિદ્યાર્થીઓએ પરત પોતાની જગ્યાએ પરત ફરવું પડત,માટે અમે પીએમ મોદીને મળ્યા અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સૂચન આપ્યુ હતું. અમે ઇચ્છતા હતા કે દિલ્હીના કેટલાક અધિકારી ત્યા જાય અને વિદ્યાર્થીઓનું મનોબળ વધારે, ત્યારે પીએમ મોદીએ પુતિન અને યૂક્રેની રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કી સાથે ફોન પર વાત કરી હતી અને પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ સમાચાર શેર કરો