મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો...' PM મોદીએ વિનેશ ફોગાટ વિશે શું કહ્યું

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન મીડિયમસરનું રહ્યું હતું. આ ગેમ્સમાં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત ક

VIDEO: 'ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો...' PM મોદીએ વિનેશ ફોગાટ વિશે શું કહ્યું

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન મીડિયમસરનું રહ્યું હતું. આ ગેમ્સમાં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા હતા. ભારતની 117 સભ્યોની ટુકડી ઓલિમ્પિક ગેમ્સ માટે પેરિસ ગઈ હતી, જેમાંથી મોટાભાગના એથ્લેટ્સ પરત ફરી ચૂક્યા છે. સ્વદેશમાં ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓએ 15 ઓગસ્ટે પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જેનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો છે.

ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પીએમ મોદીએ ભારતીય ટીમના સભ્યોને સંબોધિત કરતા પોતાના ભાષણ દરમિયાન વિનેશ ફોગાટનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ બનાવ્યો પરંતુ તેને ગેરલાયક ઠેરવવામાં આવી. PMએ કહ્યું, 'વિનેશ કુસ્તીમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી. આ પણ આપણા માટે ગર્વની વાત છે. ઓલિમ્પિકમાં 7 શૂટિંગ ઈવેન્ટ્સમાં ભારતીય શૂટર્સ ફાઇનલમાં પહોંચ્યા હતા. આવું પણ પહેલીવાર બન્યું છે.

https://twitter.com/PTI_News/status/1824327034492915968
 
જણાવી દઈએ કે, કેટલાક ભારતીય ખેલાડીઓ હજુ સુધી સ્વદેશ પરત ફર્યા નથી. જેવલિન થ્રોઅર નીરજ ચોપરા જર્મનીમાં સર્જરી કરાવવા ગયો છે. વિનેશ ફોગાટ 17 ઓગસ્ટે ભારત પરત ફરશે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ આ ઈવેન્ટનો ભાગ બની ન હતી. સિંધુ પેરિસ ઓલિમ્પિક દરમિયાન રાઉન્ડ ઓફ 16માં હારીને મેડલની ઐતિહાસિક હેટ્રિકથી ચૂકી ગઈ હતી.
 
ભારતને પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં પહેલો મેડલ બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો. આ પછી કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો હતો.

આ 6 ખેલાડીઓએ પેરિસમાં મેડલ અપાવ્યા

નીરજ ચોપરા
મનુ ભાકર
મનુ ભાકર/સરબજોત સિંહ
સ્વપ્નીલ કુસાલે
અમન સેહરાવત
હોકી

ટોક્યો ઓલિમ્પિક (2020)માં ભારતે 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા, જે ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ વખતે એવી અપેક્ષા હતી કે ભારતની મેડલ મામલે બે આંકડામાં પહોંચી જશે. પરંતુ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત એક પણ ગોલ્ડ મેડલ જીતી શક્યું ન હતું. મેડલની સંખ્યા 6 પર અટકી ગઈ હતી.

આ સમાચાર શેર કરો