'જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઇએ', PAKના રક્ષા મંત્રીને PM મોદીનો જડબાતોડ જવાબ
જમ્મુ કાશ્મીરના કટરામાં ચૂંટણી જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્

જમ્મુ કાશ્મીરના કટરામાં ચૂંટણી જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફ્રેન્સ અને પીડીપી પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના આર્ટિકલ 370 પર આપવામાં આવેલા નિવેદનનો પણ જવાબ આપ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીને જવાબ આપ્યો હતો.
પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરના કટરામાં જનસભાને સંબોધતા કહ્યું, "કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેન્સને લઇને જમ્મુ કાશ્મીરમાં ભલે ઉત્સાહ ના હોય પરંતુ પાડોશી દેશ (પાકિસ્તાન) તેને લઇને ઉત્સાહમાં છે. પાકિસ્તાનમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેન્સ ગઠબંધનની બલ્લે-બલ્લે થઇ રહી છે. આ ગઠબંધનના મેનિફેસ્ટોથી પાકિસ્તાન પ્રભાવિત છે."
કોંગ્રેસ-NCની પાકિસ્તાને ખોલી પોલ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, "પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેન્સનું ખુલીને સમર્થન કર્યું છે, તેમનું કહેવું છે કે આર્ટિકલ 370 અને 35Aને લઇને કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેન્સનો એજન્ડા તે જ છે, જે પાકિસ્તાનનો એજન્ડા છે. કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેન્સની પોલ ખુદ પાકિસ્તાને જ ખોલી દીધી છે."
આ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આર્ટિકલ 370ને ખતમ કરવાની વકીલાત કરતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35Aને રદ કરવા માટે પાકિસ્તાન અને નેશનલ કોન્ફ્રેન્સ- કોંગ્રેસ ગઠબંધન એક સાથે છે.
આર્ટિકલ 370 પરત નહીં આવે- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, "મોદી આજે કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેન્સને ડંકાની ચોટ પર કહી રહ્યું છે...અમે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગુ થવા નહીં દઇએ. દુનિયાની કોઇ તાકાત જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને પરત લાવી નહીં શકે. દાયકાઓ સુધી કોંગ્રેસ અને એનસીએ તે કર્યું જે આતંકના આકાને સૂટ કરે છે."
જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, જ્યારથી આર્ટિકલ 370ની દીવાલ તૂટી છે ત્યારથી જમ્મુ કાશ્મીરમાં આતંક અને અલગાવ નબળું પડી રહ્યું છે. જમ્મુ કાશ્મીર સ્થાઇ શાંતિ તરફ વધી રહ્યું છે. તમારા સહયોગથી જમ્મુ કાશ્મીર આતંકવાદથી પુરી રીતે મુક્ત થઇને રહેશે."
અમિત શાહે પણ આપ્યો હતો જવાબ
પાકિસ્તાનના રક્ષા મંત્રીને અમિત શાહે પણ જવાબ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, "આર્ટિકલ 370 અને 35A પર કોંગ્રેસ અને JKNCના સમર્થનને લઈને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના નિવેદને ફરી એકવાર કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાહુલ ગાંધી દરેક ભારત વિરોધી શક્તિ સાથે ઉભા રહીને દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન એ ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે તેથી ન તો કલમ 370 ચાલશે કે ન તો આતંકવાદ કાશ્મીરમાં પાછો ફરશે."







