PM મોદી બે દિવસના રશિયા-ઓસ્ટ્રિયાના પ્રવાસે થયા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાના બે દિવસીય પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ પહેલા પીએમ મોદીએ કહ્યું કે, બન્ને દેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાના બે દિવસીય પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ પહેલા પીએમ મોદીએ કહ્યું કે, બન્ને દેશો વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારી 10 વર્ષમાં આગળ વધી છે.
મોસ્કો પ્રવાસ પહેલા પીએમ મોદીએ કહ્યું, "હું પોતાના મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહયોગના તમામ પહેલુની સમીક્ષા કરવા માટે ઉત્સુક છું." રશિયા સિવાય પીએમ મોદી ઓસ્ટ્રિયાના પ્રવાસે પણ જશે. પીએમ મોદીએ ઓસ્ટ્રિયાને ભારતનો દૃઢ અને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યો છે.
પીએમ મોદી 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલન માટે રશિયાને પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન સૈનિક સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરશે.
યૂક્રેન યુદ્ધ બાદ પીએમ મોદીનો પ્રથમ રશિયા પ્રવાસ
મહત્ત્વપૂર્ણ છે કે 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સમ્મેલન માટે રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી 8થી 9 જુલાઇ સુધી મોસ્કોમાં રહેશે. ફેબ્રુઆરી 2022માં યૂક્રેન યુદ્ધ બાદ આ પીએમ મોદીનો પ્રથમ રશિયા પ્રવાસ છે.








