લોકસભા ચૂંટણી વચ્ચે બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇને પીએમ મોદીએ કર્યો મોટો ખુલાસો
લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇને ખુલાસો કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે 20

લોકસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇને ખુલાસો કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે 2019 બાલાકોટ એરસ્ટ્રાઇકની જાણકારી ઓફિશિયલ રીતે સૌથી પહેલા પાકિસ્તાનને મળે તેનું ધ્યાન રાખ્યું હતું. આ દાવો કરતા કે પીએમ મોદી પાછળથી હુમલો કરવામાં વિશ્વાસ નથી રાખતા પણ ખુલ્લી રીતે આમને-સામને લડવામાં વિશ્વાસ રાખે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઇકની જાણકારી કોઇનાથી છુપાવી નથી અને હુમલા બાદ દુશ્મનોને થયેલા નુકસાન વિશે દેશને જાણકારી આપી હતી.
કર્ણાટકના બાગલકોટમાં પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું, 'મે સુરક્ષાદળોને કહ્યું હતું કે તે મીડિયાને બોલાવીને તેની જાણકારી આપે. મે કહ્યું હતું કે હું ટેલીફોનના માધ્યમથી પાકિસ્તાનને રાત્રે બાલાકોટ હવાઇ હુમલા અને તેનાથી થયેલા નુકસાન વિશે જણાવીશ પરંતુ પાકિસ્તાનના લોકો ફોન પર આવ્યા નહતા, માટે મે સુરક્ષાદળોને રાહ જોવા કહ્યું અને તેમને જણાવ્યા બાદ અમે હવાઇ હુમલની જાણ દુનિયાને કરી હતી.'
કર્ણાટકમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, જ્યારે પીએમ મોદીએ પાડોશી દેશને ફોન કર્યો તો તેમને ઉઠાવ્યો નહતો. રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું, 'મે ત્યારે સુરક્ષાદળોને આદેશ આપ્યો હતો કે જ્યાર સુધી હું તેમને (પાકિસ્તાન) સંપર્ક કરવામાં સફળ ના થાઉં ત્યાર સુધી બાલાકોટ એરસ્ટ્રાઇકનો ખુલાસો ના થાય.'
મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2019માં પુલવામા આતંકી હુમલાનો જવાબ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઇક કરીને આપ્યો હતો. પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વિમાનોએ 26 ફેબ્રુઆરી, 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર હુમલો કર્યો હતો અને આકાશમાં બોમ્બમારો કરીને કેમ્પને નષ્ટ કર્યો હતો જેમાં કેટલાક આતંકી માર્યા ગયા હતા. આ પહેલા 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.






