'મોદી પર કોઇનું દબાણ ચાલતું નથી' જ્યારે PM મોદીએ ઓબામા સાથેની મુલાકાતનો કિસ્સો યાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટ 2024નું ઉદ્દઘાટન કર્

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટ 2024નું ઉદ્દઘાટન કર્યું હતું. PM મોદીએ આ પ્રસંગે કહ્યું કે આજનું ભારત આગામી 1000 વર્ષ માટે આધાર તૈયાર કરી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે દેશ ટકાઉ ઉર્જાનો માર્ગ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે અને ભવિષ્યને સુરક્ષિત કરવા સૌર ઉર્જા,પવન ઉર્જા, પરમાણુ અને હાઇડ્રો પાવર પર ફોકસ કરી રહ્યું છે. આ દરમિયાન PM મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાતનો એક કિસ્સો પણ સંભળાવ્યો હતો.
PM મોદીએ ઓબામા સાથે બેઠકનો સંભળાવ્યો કિસ્સો
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પોતાનો એક કિસ્સો સંભળાવ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે બરાક ઓબામા એક વખત દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક માટે આવ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. એક પત્રકારે તેમને પૂછ્યું કે ઘણા દેશો અલગ-અલગ પ્રકારના આંકડા જાહેર કરે છે, શું તમારા પર પણ આવા આંકડા જાહેર કરવા અથવા લક્ષ્ય નક્કી કરવા દબાણ છે.
પીએમ મોદીએ કહ્યું કે, તે દિવસે આપેલો જવાબ મને હજુ પણ યાદ છે. મે કહ્યું હતું કે આ મોદી છે, અહીં કોઇનું દબાણ ચાલતું નથી. હાં, મે એમ કહ્યું હતું કે મારા પર આ વસ્તુનું દબાણ છે કે કેવી રીતે હું પોતાના દેશની ભાવી પેઢી માટે કામ કરૂ છું અને તેમનું ભવિષ્ય કેવું હોય તેની માટે કઇક કરી શકું.








