મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીએ 50 વર્ષ પહેલા લગાવવામાં આવેલી ઇન્દિરાની ઇમરજન્સીની કરી નિંદા  

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ પોતાના પ્રથમ ભાષણમાં ઇમરજન્સીની નિંદા કરતા વિપક્ષ સ્તબ્ધ થઇ ગયું હતું. ઓમ બિરલા

PM મોદીએ 50 વર્ષ પહેલા લગાવવામાં આવેલી ઇન્દિરાની ઇમરજન્સીની કરી નિંદા  

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ પોતાના પ્રથમ ભાષણમાં ઇમરજન્સીની નિંદા કરતા વિપક્ષ સ્તબ્ધ થઇ ગયું હતું. ઓમ બિરલાના નિવેદન બાદ ગૃહની બહાર ભાજપ સહિત NDAએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે વડાપ્રધાન મોદીએ પણ ઓમ બિરલાના ઇમરજન્સી પર આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરી છે.

PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વિટ કરતા લખ્યુ, "મને ખુશી છે કે માનનીય સ્પીકરે ઇમરજન્સીની નિંદા કરી, તે સમયે થયેલા અતિરેક પર પ્રકાશ પાડ્યો અને લોકશાહીનું ગળું દબાવવાની રીતનો પણ ઉલ્લેખ કર્યો. 

મને ખુશી છે કે અધ્યક્ષે ઇમરજન્સીની નિંદા કરી, તે દરમિયાન થયેલા અતિરેકને ઉજાગર કર્યો અને એમ પણ જણાવ્યું કે કઇ રીતે લોકશાહીનું ગળું દબનાવવામાં આવ્યું. તે દિવસોમાં પીડિત તમામ લોકોના સમ્માનમાં મૌન રહેવું પણ એક અદભુત ભાવ હતો. ઇમરજન્સી 50 વર્ષ પહેલા લગાવવામાં આવી હતી પરંતુ આજના યુવાઓ માટે તેના વિશે જાણવું મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ વાતનું એક ઉદાહરણ છે કે જ્યારે બંધારણને કચડી નાખવામાં આવે છે, જનમતને દબાવવામાં આવે છે અને સંસ્થાઓને નષ્ટ કરવામાં આવે છે તો શું  થાય છે. ઇમરજન્સી દરમિયાનની ઘટનાઓએ એક તાનાશાહીનું ઉદાહરણ આપ્યું છે."

ઓમ બિરલાએ ગૃહમાં ઇમરજન્સીને કરી યાદ

ઓમ બિરલાએ ગૃહમાં 1975માં ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીની વર્ષગાંઠનો ઉલ્લેખ કરી કહ્યું કે, આ ગૃહ ઈમરજન્સીની સખત નિંદા કરે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી હતી. મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લોકોના અધિકારો છીનવાઈ ગયા. ઈમરજન્સીને લોકશાહીના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો, તેના માટે કોંગ્રેસને ઘેરી લેવામાં આવી હતી અને ગૃહમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો