ત્રીજી ટર્મમાં મફત વિજળીનો ટાર્ગેટ, ઉત્તરાખંડમાં પીએમ મોદીએ કરી જાહેરાત
PM Modi Rally in Uttarakhand: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ લોકસભા ચૂંટણીમાં ફરી જીત મેળવ

PM Modi Rally in Uttarakhand: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ લોકસભા ચૂંટણીમાં ફરી જીત મેળવશે, તેમણે આ દરમિયાન કહ્યું કે ત્રીજા કાર્યકાલમાં અમારૂ લક્ષ્ય મફત વિજળી આપવાનું છે.
પીએમ મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુરમાં લોકસભા ચૂંટણીને લઇને રેલી કરતા કહ્યું, “મોદીની ગેરંટીએ ઉત્તરાખંડના ઘર-ઘરમાં સુવિધા પહોંચાડી છે,લોકોનું સ્વાભિમાન વધાર્યુ છે. હવે ત્રીજી ટર્મમાં તમારો આ પુત્ર એક મોટું કામ કરવા જઇ રહ્યો છે. તમને 24 કલાક વિજળી મળે, વિજળીનું બિલ ઝીરો થાય અને વિજળીથી કમાણી પણ થાય, તેના માટે મોદીએ ‘પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજના’ શરૂ કરી છે.”
પીએમ મોદીએ કહ્યુ કે, 10 વર્ષમાં જે વિકાસ થયો તે તો માત્ર ટ્રેલર છે, હજુ તો ઘણુ કરવાનું બાકી છે. હજુ તો આપણે દેશને ઘણુ આગળ લઇને જવાનું છે, ત્યાર સુધી ના રોકાવાનું છે, ના થાકવાનું છે. મોદી મૌજ કરવા માટે પેદા નથી થયો, મોદી મહેનત કરવા માટે પેદા થયો છે. મોદી તમારા માટે મહેનત કરવા માટે પેદા થયો છે.
પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાતનો અર્થ છે- લોકોની કમાણી વધશે, નોકરીની તક વધશે અને ગામ-શહેરમાં સુવિધા વધશે.
પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું કહું છું કે ભ્રષ્ટાચાર હટાઓ, તે કહે છે ભ્રષ્ટાચારી બચાવો…પરંતુ મોદી તેમની ગાળ અને ધમકીઓથી ડરવાનો નથી. દરેક ભ્રષ્ટ પર કાર્યવાહી ચાલુ રહેશે અને ત્રીજી ટર્મની શરૂઆતમાં ભ્રષ્ટાચાર પર વધારે પ્રહાર થશે…ભ્રષ્ટાચાર દરેક ગરીબનો હક છીનવે છે, મધ્યમ વર્ગનો હક છીનવે છે અને હું ગરીબનો હક, મધ્યમ વર્ગનો હક કોઇને છીનવવા નહીં દઉં.”
દેશમાં આગ લગાવવાની વાત કરનારાઓને સાફ કરો- પીએમ મોદી
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ રાહુલ ગાંધીના તે નિવેદન પર પ્રહાર કર્યા જેમાં કહ્યું હતું કે, જો ભાજપની સરકાર ફરી સત્તામાં આવી તો આગ લાગી જશે. પીએમ મોદીએ કહ્યું, ‘કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધને પોતાનો ઇરાદો બતાવી દીધો છે. કોંગ્રેસના શાહી પરિવારના શહેજાદાએ જાહેરાત કરી કે જો દેશે ત્રીજી વખત મોદી સરકારને ચૂંટી તો આગ લાગી જશે. 60 વર્ષ સુધી દેશમાં રાઝ કરનારાઓને 10 વર્ષ સત્તામાંથી શું બહાર કરી દીધઆ હવે દેશમાં આગ લગાવવાની વાત કરી રહ્યાં છે. શું તમે દેશમાં આગ લાગવા દેશો? શું આગ લગાવનારી ભાષા લોકતંત્રની ભાષા છે? આવા લોકોને ચૂંટી ચૂંટીને સાફ કરી દો. ઇમરજન્સી માનસિકતા ધરાવતી કોંગ્રેસ, કોંગ્રેસ ભારતને અસ્થિરતા તરફ લઇ જવા માંગે છે. અરાજકતામાં ઝોકવા માંગે છે.”
મહત્ત્વપૂર્ણ છે કે રૂદ્રપુર-નૈનીતાલ-ઉદ્યમ સિંહ નગર વિસ્તારમાં આવે છે. કેન્દ્રીય સંરક્ષણ અને પ્રવાસન રાજ્ય મંત્રી અજય ભટ્ટ અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે અને તેમણે 2019ની ચૂંટણીમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને હરાવ્યા હતા. રાજ્યની તમામ પાંચ લોકસભા બેઠક પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાવાનું છે.








