મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'PM મોદીની 56 ઇંચની છાતી નથી રહી, વિપક્ષ જે ધારે તે કરાવી શકે છે': રાહુલ ગાંધી

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ચૂંટણી ર

VIDEO: 'PM મોદીની 56 ઇંચની છાતી નથી રહી, વિપક્ષ જે ધારે તે કરાવી શકે છે': રાહુલ ગાંધી

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ચૂંટણી રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, હવે તેઓ બદલાઈ ગયા છે. આજે નરેન્દ્ર મોદી પહેલા જેવા નથી રહ્યા. તેમનું માનસિક મનોબળ ખતમ થઈ ગયું છે. હવે તે નરેન્દ્ર મોદી નથી રહ્યા જેમને તમે પહેલા જોતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, 'જે પહેલા નરેન્દ્ર મોદી હતા તેમની 56 ઇંચની છાતી હતી. તમે તેમનો ચહેરો દૂરથી જુઓ છો, હું સંસદમાં સામે જ રહું છું. આજે વિપક્ષ જે પણ ધારે તે કરાવી શકે છે. જો તેઓ કોઈ કાયદો લાવે છે તો અમે તેમની સામે ઊભા રહી જઈએ તો પછી તેઓ નવો કાયદો લાવે છે.

રાહુલે કહ્યું કે ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું બાયોલોજિકલ નથી. મારું સીધું જોડાણ ઉપર છે. હું ભગવાન સાથે સીધી વાત કરું છું. પરંતુ હવે INDIA ગઠબંધને નરેન્દ્ર મોદીને માનસિક રીતે તોડી નાખ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, 'અમે આ કામ નફરતથી નહીં પરંતુ પ્રેમથી કર્યું છે. અમે પ્રેમ દ્વારા નફરતને હરાવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ઘણી વખત એવું બન્યું છે કે, દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્ય બનાવવામાં આવ્યું. ઘણી વખત રાજ્યોનું વિભાજન થયું અને એકમાંથી બે રાજ્યોની રચના થઈ. પરંતુ આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો. તમારી પાસેથી અધિકારો છીનવાઈ ગયા છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.  

https://twitter.com/INCIndia/status/1838137862199431545
 
સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીએ 2-3 લોકો માટે કામ કરીને દેશમાં બેરોજગારી ફેલાવી છે. દેશના 25 અબજપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. આ લોકોએ નાના વેપારીઓને બરબાદ કરી દીધા છે. ભારતમાં ક્યાંય રોજગાર નથી અને જમ્મુ-કાશ્મીરમાં પણ એવી જ સ્થિતિ છે. આજે તમારી સરકાર માત્ર અહીંથી નથી ચાલતી પરંતુ દિલ્હીથી ઓર્ડર આવે છે. 

 અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી ચૂંટણી પહેલા તમને રાજ્યનો દરજ્જો મળે. આ લોકો વિભાજનનું કામ કરે છે. ભાષા વિરુદ્ધ ભાષા, રાજ્ય વિરુદ્ધ અન્ય રાજ્ય અને ધર્મ અને જાતિના આધારે ઝઘડા કરાવે છે. અહીંયા પણ તેમણે પહાડી અને ગુર્જર ભાઈઓને લડાવવાનો પ્રયાસ કર્યો. હું કહું છું કે તેમનો આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે.

આ સમાચાર શેર કરો