'નંબર ગેમ ચાલતી રહે છે, હાર-જીત રાજનીતિનો ભાગ', PM મોદીએ અંતિમ કેબિનેટ બેઠકમાં આપ્યો મેસેજ
કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અંતિમ કેબિનેટ બેઠકમાં મહત્ત્વનો મેસેજ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે નંબર ગે

કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અંતિમ કેબિનેટ બેઠકમાં મહત્ત્વનો મેસેજ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે નંબર ગેમ ચાલતી રહે છે, હાર-જીત થતી રહે છે. બીજા કાર્યકાળની આ અંતિમ કેબિનેટ મીટિંગ હતી જેમાં પીએમ મોદીએ પોતાના તમામ મંત્રીઓ સાથે વાત કરી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીના પરિણામનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને તે વાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું હતું.
પીએમ મોદીએ અંતિમ કેબિનેટ મીટિંગમાં શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે, હાર-જીત તો રાજકારણનો ભાગ છે, આ નંબર ગેમ તો ચાલતી રહે છે, આપણે છેલ્લા 10 વર્ષમાં જે સારૂ કામ કરી રહ્યાં છીએ, તેને આગળ પણ ચાલુ રાખીશું. જાણકારી માટે જણાવી દઇએ કે અંતિમ કેબિનેટ મીટિંગ બાદ પીએમ મોદીએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોપી દીધુ છે. માનવામાં આવે કે 8 જૂને ફરી એક વખત શપથગ્રહણ સમારંભ યોજાઇ શકે છે. પીએમ મોદી ફરી વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે.
ચૂંટણીનું પરિણામ શું આવ્યું?
ચૂંટણીના પરિણામની વાત કરીએ તો NDAને પૂર્ણ બહુમત મળ્યો છે પરંતુ આ વખતે ભાજપ પોતાના દમ પર સરકાર નહીં બનાવી શકે. ભાજપ 240 બેઠક મેળવી શક્યુ છે જે બહુમતના આંકડાથી 32 બેઠક દૂર છે. આ વખતે કેન્દ્રમાં મોદી નહીં પણ NDAની સરકાર બની છે. બીજી તરફ INDIA ગઠબંધનને 232 બેઠક મળી છે.








