મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પીએમ મોદીએ સેમિકોન ઈન્ડિયા 2024નું કર્યું ઉદ્ઘાટન, 26 દેશો લઈ રહ્યા છે ભાગ

પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે 'સેમિકોન ઈન્ડિયા 2024'નું ઉદ્ઘાટન કર્યું હતું.આ એક્સ્પોમાં 26 દેશોના 8

VIDEO: પીએમ મોદીએ સેમિકોન ઈન્ડિયા 2024નું કર્યું ઉદ્ઘાટન, 26 દેશો લઈ રહ્યા છે ભાગ

પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે 'સેમિકોન ઈન્ડિયા 2024'નું ઉદ્ઘાટન કર્યું હતું.આ એક્સ્પોમાં 26 દેશોના 836 પ્રદર્શકો અને 50 હજારથી વધુ મુલાકાતીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે પીએમ મોદીને મેક ઈન ઈન્ડિયાનું પ્રતિક ભેટ આપ્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશને સેમી-કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે હબ બનાવવાનો છે.

ગ્રેટર નોયડા- ગૌતમબુદ્ધ નગર(યુપી) ખાતે તૈયાર કરવામાં આવેલા ઈન્ડિયા એક્સોમાર્ટમાં સેમીકોન ઈન્ડિયા 2024ના ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ભારતીય પ્રતિભા વિકસાવવા માટે આગામી 10 વર્ષમાં 85 હજાર એન્જિનિયર અને ટેકનિશિયન તૈયાર કરવાનું લક્ષ્ય છે. આ માટે 130 યુનિવર્સિટીઓ ઉમેરવામાં આવી છે. અભ્યાસક્રમો સેમિકન્ડક્ટર ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો