'પિતાનું નામ લેવામાં શરમ શેની?' PM મોદીએ RJD અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

બિહારમાં પ્રથમ તબક્કાના વોટિંગ માટે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પીએમ મોદીએ આજે કટિહાર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા RJD અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસના નેતાએ છઠ ઉત્સવને નાટક ગણાવ્યું જેથી બિહારના લોકો આરજેડી પર પોતાનો ગુસ્સો ઠાલવી શકે અને તેને હરાવી શકે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે RJDએ કોંગ્રેસને બંદૂક બતાવીને મુખ્યમંત્રીનું નામ પણ જાહેર કરાવી દીધું.
પિતાનું નામ જણાવવામાં શરમ કેમ: પીએમ મોદી
પીએમ મોદીએ RJDના પોસ્ટરોમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવનો ફોટો ન ગાયબ થવા અંગે ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસ અને RJDના પોસ્ટરો જુઓ. એમાંથી ઘણાં વર્ષો સુધી મુખ્યમંત્રી રહી બિહારમાં જંગલ રાજ લાવ્યા તે હવે ગાયબ છે. તમારા બાપનું નામ લેવામાં તમને શરમ કેમ આવે છે. એવું ક્યું પાપ છે જે RJDને બિહારના યુવાનોથી છુપાવવું પડી રહ્યું છે?
કોંગ્રેસની નજર RJDની વોટ બેંક પર છે: PM મોદી
કોંગ્રેસ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું, "જે લોકો બિહારીઓને હેરાન કરે છે, ગાળો આપે છે તેમને કોંગ્રેસે પ્રચાર માટે બોલાવ્યા છે. જેથી RJDને તમારા ગુસ્સાનો સામનો કરવો પડે. કોંગ્રેસ જાણે છે કે આ વખતે પણ RJD હારી ગઈ તો તેની રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે. અને કોંગ્રેસ તેની વોટબેંક પર કબજો કરશે.
PM મોદીએ કહ્યું, "વિવિધ રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓને બિહારના લોકો વિશે જાણી જોઈને અપમાનજનક વાતો કહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કેરળના કોંગ્રેસ નેતાએ બિહારના લોકોની સરખામણી બીડી સાથે કરી. આ પણ કોંગ્રેસની રણનીતિનો હિસ્સો છે.
વિપક્ષ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું, "આ લોકો મત મેળવવા માટે સુરક્ષા સાથે સમાધાન કરી રહ્યા છે. તમારા હકનું અનાજ તેઓ ઘુસણખોરોને આપવા માંગે છે. ભારતના સંસાધનો પર ફક્ત ભારતીયોનો અધિકાર છે પરંતુ કોંગ્રેસ અને RJDને કટ્ટા (બંદૂક) અને કટ્ટરપંથીઓ પસંદ છે.
નીતિશ કુમારના કાર્યો ગણાવ્યા
PM મોદીએ મુખ્યમંત્રી નીતિશ કુમારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના દ્વારા બિહારમાં મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 1.40 કરોડ મહિલાઓના ખાતામાં રૂપિયા આવી ચૂક્યા છે. ડબલ એન્જિનવાળી NDA સરકારનો મોટો ફાયદો એ છે કે દિલ્હીથી પટણા મોકલાતો રૂપિયો સીધો તમારા ખાતામાં આવે છે. વચ્ચે કોઈ ચોર કે લૂંટારો લૂંટી શકતો નથી.

