મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો મુસ્લિમોની સંપત્તિ વહેંચી નાખશે' PM મોદી સામે નોંધાઇ ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સંસદમાં શપથ ગ્રહણ બાદ મુશ્કેલી વધી છે. કોંગ્રેસ વિરૂદ્ધ એક વિવાદિત નિવેદનને લઇને પીએમ મોદી વિરૂદ્ધ

'કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો મુસ્લિમોની સંપત્તિ વહેંચી નાખશે' PM મોદી સામે નોંધાઇ ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સંસદમાં શપથ ગ્રહણ બાદ મુશ્કેલી વધી છે. કોંગ્રેસ વિરૂદ્ધ એક વિવાદિત નિવેદનને લઇને પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ ફરી સત્તામાં આવી તો મુસ્લિમોને તમામ સંપત્તિ વહેંચી નાખશે.વડાપ્રધાનના આ નિવેદનને લઇને હવે ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજસ્થાનમાં આપ્યુ હતું વિવાદિત નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બેંગલુરૂની વિશેષ કોર્ટમાં એક વ્યક્તિએ નિવેદનને લઇને ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિ કોઇ પાર્ટી સાથે જોડાયેલો નથી. જિયાઉર રહમાન નામના વ્યક્તિનો આરોપ છે કે રાજસ્થામાં ચૂંટણી ભાષણ દરમિયાન પીએમ મોદીએ ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઇને બેંગલુરૂમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

સંસદ સત્ર દરમિયાન PM સામે નોંધાઇ ફરિયાદ

લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા છે. આ વચ્ચે પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદના સમાચારની ચર્ચા થવા લાગી છે. 

આ સમાચાર શેર કરો