'દુ:ખના આ સમયમાં ભારત ઇરાન સાથે', PM મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિના મોત પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇબ્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ X પર લખ્યુ, ઇસ્લામી ગણતંત્ર ઇરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઇબ્રાહિમ રાઇસીના દુ:ખદ નિધનથી દુ:ખ અને આઘાત લાગ્યો છે. ભારત-ઇરાનના દ્વિપક્ષીય સબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે, તેમના પરિવાર અને ઇરાનના લોકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. દુ:ખના આ સમયમાં ભારત ઇરાન સાથે ઉભુ છે."
મહત્ત્વપૂર્ણ છે કે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી, વિદેશ મંત્રી અને અન્ય અધિકારી અજરબૈજાનથી ઇરાન પરત ફરતા હતા આ દરમિયાન હેલિકૉપ્ટર ક્રેશ થયું હતું. રેસક્યૂ ટીમ હેલિકોપ્ટરના કાટમાળ સુધી પહોંચી હતી.






