કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની PM મોદીએ કરી ટિકા, કહ્યું- રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસો ભયાનક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલાની ટિકા કરી છે. PM મોદીએ હિન્

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલાની ટિકા કરી છે.
PM મોદીએ હિન્દુ મંદિર પર હુમલાની કરી ટિકા
ભારત અને કેનેડા વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની પીએેમ મોદીએ ટિકા કરી છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યુ, "હું કેનેડામાં એક હિન્દુ મંદિર પર જાણી જોઇને કરવામાં આવેલા હુમલાની ટિકા કરૂં છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા-ધમકાવવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ એટલો જ ભયાનક છે. હિંસાના આવા કૃત્ય ક્યારેય પણ ભારતના સંકલ્પને નબળા નહીં કરે. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાય સુનિશ્ચિત કરે અને કાયદાના શાસનને જાળવી રાખે."
ભારતીય દૂતાવાસે પણ જાહેર કર્યું નિવેદન
કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિર પર હુમલા કર્યા છે. ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાને લઇને નારાજગી વ્યક્ત કરી છે.ભારતીય દૂતાવાસે કહ્યું કે ટોરંટો પાસે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર સાથે આયોજિત વાણિજ્ય દૂતાવાસ શિબિરની બહાર ભારત વિરોધી તત્ત્વોએ હિંસક ઘટનાને અંજામ આપ્યો છે. અમે ભારતીય નાગરિકો સહિત અરજદારોની સલામતી અંગે પણ ખૂબ જ ચિંતિત છીએ.
આ પણ વાંચો: કેનેડામાં લાગ્યા 'બટેંગે તો કટેંગે'ના નારા, મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ હિન્દુઓનો હુંકાર
શું હતી ઘટના?
કેનેડામાં ફરી એક વખત હિન્દુ મંદિર પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાનીઓએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. હિન્દુ ફોરમ કેનેડાએ એક્સ હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો જેમાં ખાલિસ્તાની હાથમાં પીળા ઝંડા લઇને મંદિર પરિસરમાં હંગામો કરતા જોવા મળતા હતા. આ ઘટનાને લઇને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનામાં 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.








