Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Chants of Batenge to Katenge were raised in Canada

કેનેડામાં લાગ્યા 'બટેંગે તો કટેંગે'ના નારા, મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ હિન્દુઓનો હુંકાર

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2024
લાઇવ ટીવીGoogle News
કેનેડામાં લાગ્યા 'બટેંગે તો કટેંગે'ના નારા, મંદિર પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ હિન્દુઓનો હુંકાર

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો વધી રહ્યાં છે. તે ખુલ્લેઆમ ભારત વિરૂદ્ધ પ્રદર્શન અને નારા લગાવી રહ્યાં છે. ખાલિસ્તાનીઓએ કેનેડામાં મંદિર પર કરેલા હુમલા બાદ હિંદુઓએ 'બટેંગે તો કટેંગે'ના નારા લગાવ્યા હતા.

App Store

ખાલિસ્તાની સમર્થકોએ કર્યો મંદિર પર હુમલો

ખાલિસ્તાની સમર્થકોએ બ્રેમ્પટનમાં હિન્દૂ મંદિરમાં ભક્તોના એક ગ્રુપને નિશાન બનાવ્યું હતું. આ ઘટના બાદ હિન્દૂઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખુદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામે આવ્યા છે અને ઘટનાની ટીકા કરી છે. ટ્રૂડોએ કહ્યું, મંદિરમાં હિંસાની ઘટના અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને પોતાના ધર્મને સ્વતંત્ર અને સુરક્ષિત રીતે પાલન કરવાનો અધિકાર છે, ટ્રુડોએ આ ઘટનાની તપાસ કરવા માટે તરત એક્શન લેવા માટે કાયદાકીય એજન્સીનો આભાર પણ માન્યો છે.

આ ઘટના બાદ કેનેડામાં હિન્દુઓ વચ્ચે નારાજગી વધી રહી છે. હવે બ્રેમ્પટન મંદિરના પુજારીએ એકતાનો આગ્રહ કરતા 'બટેંગે તો કટેંગે'ના નારા લગાવ્યા હતા. ખાલિસ્તાની હુમલા બાદ હિન્દુઓએ બ્રેમ્પટનમાં 'બટેંગે તો કટેંગે'ના નારા લગાવ્યા હતા. બ્રેમ્પટન મંદિરના પુજારીનું કહેવું હતું કે હવે તમામે એક થવું પડશે. કેનેડામાં હિન્દુઓને એકજુટ થવાની જરૂર છે. તમે એકજુટ રહેશો તો સુરક્ષિત રહેશો.

આ પણ વાંચો: VIDEO: કેનેડાના બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું, શ્રદ્ધાળુઓને ઢોર માર માર્યો

હિન્દુ સભા મંદિરની બહાર ભેગા થયેલા હિન્દુઓએ 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવ્યા હતા. પુજારીનું કહેવું હતું કે માત્ર નારા જ નથી લગાવવાના. આ હુમલો માત્ર હિન્દુ સભા પર નથી પણ આખી દુનિયાના હિન્દુઓ પર થયો છે. આજે તે સમય આવી ગયો છે જ્યારે આપણે લોકોએ ભેગા થવાની જરૂર છે. આપણે આવનારા સમય વિશે પણ વિચારવું પડશે. બધાએ એક થવું પડશે. અમે કોઇનો વિરોધ નથી કરતા પરંતુ જો કોઇ અમારો વિરોધ કરશે તો ફરી નારા લાગી શકે છે.