PM મોદીએ રદ કર્યો રશિયા પ્રવાસ, મોસ્કોમાં વિજય દિવસની ઉજવણીમાં નહીં થાય સામેલ
PM નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલા બાદ તેનો સાઉદી પ્રવાસ રદ કરીને પરત ફર્યા હતા. જ્યારે આગામી 9 મેના રોજ તેઓ

PM નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલા બાદ તેનો સાઉદી પ્રવાસ રદ કરીને પરત ફર્યા હતા. જ્યારે આગામી 9 મેના રોજ તેઓ રશિયાના પ્રવાસે જવાના હતા. તંગ વાતાવરણ વચ્ચે પીએમ મોદીએ તેમની આગામી રશિયા મુલાકાત રદ કરી છે. તેઓ હવે 9 મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિજય પરેડમાં હાજરી આપશે નહીં. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે આ માહિતી આપી.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર રશિયાના વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે 9 મેના રોજ વિજય દિવસ પરેડમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે જાન્યુઆરી 1945માં, સોવિયેત સેનાએ જર્મની સામે આક્રમક કાર્યવાહી શરૂ કરી હતી. ૯ મેના રોજ કમાન્ડર-ઇન-ચીફે જર્મનીના બિનશરતી શરણાગતિના કાયદા પર હસ્તાક્ષર કર્યા, જેનાથી યુદ્ધનો અંત આવ્યો.
પીએમ મોદીનો રશિયા પ્રવાસ રદ થવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પહેલગામ પર આતંકી હુમલા બાદ વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતા છે. જો કે, ભારત તરફથી સત્તાવાર કોઈ કારણ આપવામાં આવ્યું નથી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મની પર રશિયાની જીતની 80મી વર્ષગાંઠના અવસર પર નવ મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડમાં સામેલ થવા પીએમ મોદીને આમંત્રણ મળ્યુ હતું.
બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પર સોવિયેત યુનિયનના વિજયની વર્ષગાંઠ નિમિત્તે વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે રશિયન સેના રાજધાની મોસ્કોમાં પણ પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે. ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડ જેમ જ રશિયામાં આ દિવસની ઉજવણી થાય છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત રશિયાએ ઘણા અન્ય નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું. તેમાંથી એક શી જિનપિંગ છે, જે ઇતિહાસમાં રશિયાની જેમ સામ્યવાદી દેશ રહ્યો છે.
જાણવા મળ્યું છે કે શી જિનપિંગ રશિયાની પણ મુલાકાત લેશે અને વિજય દિવસ પરેડમાં ભાગ લેશે. જુલાઈ 2024માં પીએમ નરેન્દ્ર મોદીએ પણ રશિયાની મુલાકાત લીધી હતી. તેમણે સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન, પુતિન અને નરેન્દ્ર મોદી વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી જોવા મળી.








