CM યોગી પર તૂટેલા દુઃખના પહાડ વચ્ચે PM મોદીએ ફોન કરી સાંત્વના પાઠવી! માતા સાવિત્રી દેવીના નિધન પર અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો ઊંડો શોક!

CM યોગી પર તૂટેલા દુઃખના પહાડ વચ્ચે PM મોદીએ ફોન કરી સાંત્વના પાઠવી! માતા સાવિત્રી દેવીના નિધન પર અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો ઊંડો શોક!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું 91 વર્ષની વયે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલા તેમના પૈતૃક ગામ ખાતે નિધન થયું છે. આ દુઃખદ સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાતચીત કરીને તેમના માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેમને સાંત્વના પાઠવી હતી.

અમિત શાહ અને રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક

જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સાવિત્રી દેવીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. અમિત શાહે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના માતા શ્રીમતી સાવિત્રી દેવીજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. જીવનમાં માતાની ખોટ એવી છે જે ક્યારેય પૂરી શકાતી નથી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ યોગીજી અને સમગ્ર શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે."

અન્ય દિગ્ગજ નેતાઓએ પણ પાઠવી શ્રદ્ધાંજલિ

આ ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સાવિત્રી દેવીના નિધનને પરિવાર માટે ન પૂરી શકાય તેવી ખોટ ગણાવી હતી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમજ રાજ્ય ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરીએ પણ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આવતીકાલે હરિદ્વારમાં થશે અંતિમ સંસ્કાર

મળતી માહિતી મુજબ, સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે શનિવાર, 21 નવેમ્બરના રોજ હરિદ્વાર ખાતે કરવામાં આવશે. પૌડી ગઢવાલના એસએસપી સર્વેશ પંવારે જણાવ્યું હતું કે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર સતત પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને અંતિમ વિધિ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત