PM મોદી સાથે જોડાયેલી રસપ્રદ વાતો તમે નહીં જાણતા હોવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન રસપ્રદ રહ્યું છે. PM મોદીના જન્મદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન રસપ્રદ રહ્યું છે. PM મોદીના જન્મદિવસે તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે આપણે જાણીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950માં વડનગરમાં થયો હતો.પિતાનું નામ દામોદર દાસ અને માતાનું નામ હીરાબેન છે. મોદી પાંચ ભાઇ-બહેનમાં બીજા નંબર પર છે.
અભિનયનો શોખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળપણમાં અભિનયનો શોખ હતો. 2013માં મોદી પર લખવામાં આવેલા પુસ્તક 'ધ મેન ઓફ ધ મોમેન્ટ: નરેન્દ્ર મોદી' અનુસાર જ્યારે તે 13-14 વર્ષના હતા ત્યારે તેમને સ્કૂલ માટે ફંડ ભેગુ કરવા માટે સ્કૂલના બાકી બાળકો સાથે એક નાટકમાં ભાગ લીધો હતો. આ નાટક ગુજરાતીમાં હતું અને તેનું નામ 'પીળુ ફુલ' હતું.
બાળપણથી જ RSS સાથે જોડાયા
નરેન્દ્ર મોદી બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા. 1958માં દિવાળીના દિવસે ગુજરાત RSSના પ્રથમ પ્રાંત પ્રચારક લક્ષ્મણ રાવ ઇનામદાર ઉર્ફ વકીલ સાહેબે નરેન્દ્ર મોદીને બાલ સ્વયંસેવકના શપથ લેવડાવ્યા હતા. મોદી સંઘના કાર્યક્રમમાં મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા હતા. RSS નેતાઓને ટ્રેન અને બસમાં રિઝર્વેશનની જવાબદારી તેમની પાસે હતી.
ખુદ બનાવતા હતા ભોજન, સાફ સફાઇ પણ જાતે કરતા
સંઘમાં પ્રચારક દરમિયાન અને પછી મુખ્યમંત્રી બન્યા ત્યાર સુધી નરેન્દ્ર મોદી પોતાનું કામ જાતે જ કરતા હતા. તે જાતે જ પોતાના માટે ભોજન બનાવતા હતા. અમદાવાદ સંઘ કાર્યાલયમાં રહેવા દરમિયાન તે ખુદ અને બીજા માટે રોજ ચા બનાવતા હતા.
ઇમરજન્સી દરમિયાન સરદાર બન્યા હતા મોદી
1975માં જ્યારે ઇમરજન્સીની જાહેરાત થઇ તો મોદી યુવા અવસ્થામાં હતા. તે દરમિયાન સંઘના સ્વયંસેવી તરીકે તેમને તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસથી બચવા માટે સરદારનું રૂપ ધારણ કર્યું હતું. અઢી વર્ષ સુધી તે પોલીસથી બચતા રહ્યાં હતા.
કોઇ નશો નથી કરતા
પીએમ મોદીએ યુવા અવસ્થા દરમિયાન નશા વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું હતું. કહેવામાં આવે છે કે આજ સુધી તેમને સિગારેટ, દારૂને હાથ લગાડ્યો નથી. મોદી પુરી રીતે શાકાહારી છે.
મોદી બ્રાંડ કુર્તા
નરેન્દ્ર મોદી જ્યારે સંઘમાં હતા ત્યારતી કુર્તાની બાયો નાની કરાવતા હતા. આવું એટલા માટે કારણ કે તેનાથી કુર્તો વધુ મેલો ના થાય અને પહેરવામાં પણ આરામદાયક પણ રહેતો હતો. આજે તે કુર્તો મોદી બ્રાંડ બની ગયો છે.
સમયના પાબંદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયના પાબંદ છે. નક્કી સમય પર તે તમામ કામ કરવાનો પ્રયાસ કરતા રહે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે તે શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ કરે છે. આ સિવાય ધ્યાન પણ નિયમિત કરે છે.
અને આ રીતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા મોદી
2001ની વાત છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યુ હતું. નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રીય સંગઠન મંત્રી હતા ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. અચાનક વાજપેયીએ મોદીને ફોન કર્યો. તે સમયે મોદી એક સીનિયર કેમેરામેન ગોપાલ બિસ્ટના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે
સ્મશાન ઘાટ પર હતા.અટલજીએ કહ્યું, સાંજે ચા પીવા આવો, વાત કરીએ. જ્યારે મોદી અટલજીને મળ્યા તો તેમને મજાકમાં કહ્યું, 'દિલ્હીમાં તમારૂ વજન વધી ગયું છે તમારે ગુજરાત પરત ફરવું જોઇએ.' તે બાદ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ત્યારે અડવાણી મોદીના અનુભવને લઇને ચિતિંત હતા માટે તેમને પહેલા મોદીને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેના પર મોદીએ આપત્તિ વ્યક્ત કરી હતી અને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મોદીએ કહ્યું હતું કે જો કમાન સોપવી છે તો પુરી સોપવામાં આવે નહીં તો બીજા કોઇને મુખ્યમંત્રી બનાવવામાં આવે. બાદમાં તમામ લોકો મોદીની વાત માની ગયા હતા.
આ રીતે વડાપ્રધાન બન્યા મોદી
સપ્ટેમ્બર 2013માં ભાજપની નવી દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને 2014 લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર પસંદ કર્યા હતા ત્યારે અડવાણી સહિત કેટલાક સીનિયર નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી.
2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે 282 બેઠક સાથે બહુમતમાં સત્તા મેળવી હતી. 26 મે 2014માં કેટલાક પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની હાજરીમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા.








