મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નેપાળના નાગરિકોને સંયમ અને શાંતિ જાળવવા અપીલ કરતાં PM મોદી

નેપાળમાં Gen-Z આંદોલન સતત બીજા દિવસે પણ ઉગ્ર બન્યું હતું. આંદોલનકારીઓ ઉગ્ર બનતા નેપાળના પ

નેપાળના નાગરિકોને સંયમ અને શાંતિ જાળવવા અપીલ કરતાં PM મોદી

નેપાળમાં Gen-Z આંદોલન સતત બીજા દિવસે પણ ઉગ્ર બન્યું હતું. આંદોલનકારીઓ ઉગ્ર બનતા નેપાળના પીએમ કેપી ઓલીએ રાજીનામું આપ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ સમિતિની બેઠકમાં નેપાળની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

ભારત  નેપાળના લોકોની સાથે છે: PM મોદી 

મોદીએ ટ્વિટર પર નેપાળી ભાષામાં એક સંદેશ પણ શેર કર્યો. તેમણે લખ્યું કે નેપાળમાં હિંસા હૃદયદ્રાવક છે અને ઘણા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેનાથી તેમને ખૂબ દુઃખ થયું છે. તેમણે કહ્યું, 'નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.' પીએમ મોદીએ નેપાળના તમામ નાગરિકોને સંયમ અને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે ખાતરી આપી કે ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નેપાળના લોકો સાથે છે.

આ સમાચાર શેર કરો