'એક-એક વોટ મહત્ત્વનો', PM મોદીએ મતદાનની કરી અપીલ
લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ

લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. અત્યાર સુધી પાંચ તબક્કામાં 543 બેઠકમાંથી 428 બેઠક પર મતદાન થઇ ગયું છે. છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદીએ મતદાન કરવાની અપીલ કરી હતી.
PM મોદીએ મતદાનની કરી અપીલ
છઠ્ઠા તબક્કાના મતદાનને લઇને પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, "લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના તમામ મતદારોને મારૂ નિવેદન છે કે તે વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે. એક-એક મત મહત્ત્વ ધરાવે છે અને તમારો વોટ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. લોકતંત્ર ત્યારે જ ફલે ફૂલે છે અને જીવંત દેખાય છે, જ્યારે ચૂંટણી પ્રક્રિયામાં જનતા-જનાર્દનની ભાગીદારી હોય છે. માતાઓ-બહેનો અને દીકરીઓ સાથે યુવા વોટરોને પણ મારો વિશેષ આગ્રહ છે કે તે પોતાના મતાધિકારનો પ્રયોગ જરૂર કરે."






