'જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત આતંકીઓના ડર વગર થયું મતદાન', શ્રીનગરમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કામાં 24 બેઠક પર 61.3 ટકા મતદાન થયું હતું. વડાપ્રધાન મોદીએ શ્રીનગરમાં રેલીને સંબોધતા પાર્ટીના ઉમેદવારો માટે મત માંગ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કાશ્મીરમાં પ્રથમ વખત આતંકના છાયા વગર વોટિંગ થયું છે. પીએમ મોદીએ બંપર મતદાન માટે જનતાનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની 'મોહબ્બત કી દુકાન' પર પલટવાર કરતા કહ્યું, 'આ લોકોએ નફરતની દુકાનો ખોલી. સ્કૂલ સળગતી હતી, યુવાનોના અભ્યાસની જગ્યાએ તેમના હાથમાં પથ્થર પકડાવવામાં આવ્યા.'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "મેં પહેલા પણ કહ્યું હતું કે ત્રણ પરિવારોએ કાશ્મીરને બરબાદ કર્યું અને હવે તેઓ પરેશાન છે.આ પરિવારોને લાગે છે કે તેમને જમ્મુ-કાશ્મીરને લૂંટવાનો અધિકાર છે પરંતુ હવે જમ્મુ-કાશ્મીર આ પરિવારોની પકડમાં છે. હું ત્યાં નહીં હોઉં." જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા બમ્પર વોટિંગે પથ્થરબાજી અને આતંકવાદની તરફેણ કરતા પક્ષોને ફગાવી દીધા છે. અહીંના લોકોને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરની વડાપ્રધાન મોદીની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે. વડાપ્રધાને શ્રીનગરમાં આશીર્વાદ આપવા આવેલા લોકોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






