રાહતના સમાચાર: ચૂંટણી બાદ ગુજરાતના પાડોશી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં થયો ઘટાડો
મહારાષ્ટ્રમાં શિંદે સરકારે મોંઘવારીના મોર્ચે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના વેટમાં ઘટાડો કર

મહારાષ્ટ્રમાં શિંદે સરકારે મોંઘવારીના મોર્ચે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના વેટમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર વેટ 26 ટકાથી ઘટાડીને 25 ટકા અને ડીઝલ પર 24 ટકાથી ઘટાડીને 21 ટકા કરવામાં આવ્યો છે. પરિણામે લોકોને સસ્તુ પેટ્રોલ અને ડીઝલ મળશે.
ડીઝલમાં 2.07 રૂપિયાનો ઘટાડો
વેટ ઘટાડ્યા બાદ પેટ્રોલમાં 65 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલમાં 2.07 રૂપિયાનો ઘટાડો થયો છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ઘટાડ્યા બાદ 103.66 રૂપિયા છે. તેમજ ડીઝલની કિંમત 90.08 રૂપિયા થઈ ગઈ છે.
દર વર્ષે 3 મફત એલપીજી સિલિન્ડર
મહારાષ્ટ્ર સરકારની અન્ય કલ્યાણકારી યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે 'મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના' હેઠળ 5 સભ્યોના પાત્ર પરિવારને દર વર્ષે 3 એલપીજી સિલિન્ડર મફતમાં મળશે.
મહિલાઓને માસિક રૂ. 1500 આપવાની યોજના જાહેર
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં મહિલાઓને માસિક રૂ. 1500 આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ ભથ્થું 21 થી 60 વર્ષની વયની મહિલાઓને મળશે.








