મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પેમા ખાંડુ ત્રીજી વખત અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા, શાહ-નડ્ડા રહ્યાં હાજર

પેમા ખાંડુએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતના અઠવાડિયા પછી ત્રીજી વખત અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

પેમા ખાંડુ ત્રીજી વખત અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા, શાહ-નડ્ડા રહ્યાં હાજર

પેમા ખાંડુએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતના અઠવાડિયા પછી ત્રીજી વખત અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પેમા ખાંડુની કેબિનેટમાં 11 સભ્યોએ પણ શપથ લીધા હતા.

રાજ્યપાલ કેટી પરનાઇકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓની હાજરીમાં શપથ લેવડાવ્યા હતા. એક દિવસ પહેલા જ પેમા ખાંડુને સર્વસમ્મતિથી ભાજપ વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.

મોનપા જનજાતિમાંથી આવે છે પેમા ખાંડુ

પેમા ખાંડુનો જન્મ 21 ઓગસ્ટ 1979માં તવાંગમાં થયો હતો. ચીનની સરહદ સાથે જોડાયેલા તવાંગ જિલ્લાના ગ્યાંગખર ગામના પેમા ખાંડુ મોનપા જનજાતિમાંથી આવે છે, તેમને તવાંગના બોમ્બામાં સરકારી માધ્યમિક વિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તે બાદ વર્ષ 2000માં દિલ્હી યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમને રાજકારણમાં પગ મુક્યો હતો.

આ રીતે થઇ રાજકીય સફરની શરૂઆત

પેમા ખાંડુને રાજનીતિ વારસામાં મળી છે, તેમના પિતા દોરજી ખાંડુ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2005માં પેમા ખાંડુએ રાજનીતિમાં પગ મુક્યો હતો જ્યારે તેમને રાજ્ય કોંગ્રેસ કમિટીના મહાસચિવની જવાબદારી સોપવામાં આવી હતી પરંતુ તેમની અસર રાજકીય સફરની શરૂઆત ત્યારે થઇ જ્યારે તેમના પિતા દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દૂર્ઘટનામાં નિધન થયું હતું. દોરજી ખાંડુ 2007થી 2011 સુધી અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહ્યાં હતા.તે બાદ પેમા ખાંડુએ વર્ષ 2011માં પોતાના જ પિતાના વિધાનસભા વિસ્તાર મુક્તોથી ચૂંટણી લડી હતી અને વિજયી બન્યા હતા. તે બાદ પેમા ખાંડુએ અરૂણાચલ પ્રદેશ મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીના નેતૃત્ત્વ ધરાવતી સરકારમાં પેમા ખાંડુને શહેરી વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

ભારતના સૌથી યુવા મુખ્યમંત્રી રહ્યાં છે પેમા ખાંડુ

પેમા ખાંડુ ભારતના સૌથી યુવા મુખ્યમંત્રી છે, જેમને 37 વર્ષની ઉંમરમાં મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. પેમા ખાંડુ પહેલા અખિલેશ યાદવ જ ભારતના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા. અખિલેશ યાદવે 38 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની ગાદી સંભાળી હતી.

આ સમાચાર શેર કરો