મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી એરપોર્ટ પર બેભાન થઇને પડ્યો મુસાફર, CISF જવાને CPR આપીને બચાવ્યો જીવ

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 પર CISF જવાને CPR આપીને

VIDEO: દિલ્હી એરપોર્ટ પર બેભાન થઇને પડ્યો મુસાફર, CISF જવાને CPR આપીને બચાવ્યો જીવ

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 પર CISF જવાને CPR આપીને એક મુસાફરનો જીવ બચાવ્યો છે. મુસાફરને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન થઇને નીચે પડી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો CRPF જવાનની પ્રશંસા કરી રહ્યાં છે.

CISF જવાને બચાવ્યો મુસાફરનો જીવ

CRPF જવાને CPR આપ્યા બાદ મુસાફર ભાનમાં આવ્યો હતો. મુસાફરને તરત જ દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકો CISF જવાનની પ્રશંસા કરી રહ્યાં છે. 

CISF અધિકારી અનુસાર, 20 ઓગસ્ટ સવારે 10.50 વાગ્યે અર્શિદ અયૂબ નામનો મુસાફર ટર્મિનલ 2 પર પહોંચ્યો હતો. અહીંથી ઇન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E2747થી શ્રીનગર જવાનો હતો. ફોરકોર્ટ એરિયામાં અચાનક તેને છાતીમાં દુખાવો થયો હતો અને તે બેભાન થઇને નીચે પડી ગયો હતો. આ જોઇને એરપોર્ટના પ્રવેશ દ્વાર પર તૈનાત CISF ક્યૂઆરટી કર્મીએ મુસાફરને તરત જ CPR આપ્યો હતો અને મુસાફરનો જીવ બચાવ્યો હતો.

આ સમાચાર શેર કરો