મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

60 કિ.મી. પીછો કર્યા બાદ Parsvnath Landmark CEO પોલીસની પકડમાં

પાર્શ્વનાથ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સંજીવ કુમાર જૈનની શાહદરા જિલ્લા STFએ ઈન્

60 કિ.મી. પીછો કર્યા બાદ Parsvnath Landmark CEO પોલીસની પકડમાં

પાર્શ્વનાથ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સંજીવ કુમાર જૈનની શાહદરા જિલ્લા STFએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)ના જોઈન્ટ રજિસ્ટ્રાર દ્વારા જૈન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. આ અંગેની જાણકારી ખુદ દિલ્હી પોલીસે આપી છે. 

સંજીવ જૈન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે STFની ટીમે શનિવારે લગભગ 60 કિલોમીટર સુધી પીછો કરીને સંજીવ કુમાર જૈનની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. 18 જુલાઈના રોજ આયોગના જોઈન્ટ રજિસ્ટ્રાર દ્વારા સંજીવ જૈન વિરુદ્ધ એક કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું પરંતુ જૈન પંચ સમક્ષ હાજર થયા ન હતા.

આખરે જૈનને પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો

આ સિવાય શાહદરા પોલીસ સ્ટેશનમાં જૈન વિરુદ્ધ કુલ ચાર બિનજામીનપાત્ર અને એક જામીનપાત્ર વોરંટ પેન્ડિંગ હતા, જેના પર પોલીસ સતત કામ કરી રહી હતી. બિનજામીનપાત્ર વોરંટના અનુસંધાનમાં પોલીસે જૈનની ધરપકડ કરવા કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી હતી. દરમિયાન શાહદરા એસટીએફની ટીમને જૈન ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. તાત્કાલિક માહિતીના આધારે આયોજિત રીતે કાર્યવાહી કરતા પોલીસે સંજીવ કુમાર જૈનની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આખરે રવિવારે જૈનને પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો