મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓવૈસીએ UAPA કાયદા પર ઉઠાવ્યા સવાલો, કહ્યું ‘ચૂંટણી પરિણામો બાદ પણ મોદી સરકાર કઈ શીખી નથી’

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ UAPA કાયદા પર સવાલો ઉઠાવ્યા છે.

ઓવૈસીએ UAPA કાયદા પર ઉઠાવ્યા સવાલો, કહ્યું ‘ચૂંટણી પરિણામો બાદ પણ મોદી સરકાર કઈ શીખી નથી’

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ UAPA કાયદા પર સવાલો ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે મોદી 3.0 થી આશા હતી કે તેઓ ચૂંટણી પરિણામોમાંથી કંઈક શીખશે, પરંતુ તેઓ શીખ્યા નથી.

14 વર્ષ જૂના કેસમાં અરુંધતી રોય અને કાશ્મીરના ભૂતપૂર્વ પ્રોફેસર શૌકત હુસૈન સામે UAPA હેઠળ કેસ ચલાવવાની મંજૂરી મળ્યા બાદ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ કાયદા પર સવાલો ઉઠાવ્યા છે.

UAPA ને નિર્દય કાયદો ગણાવ્યો

અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું કે આ કાયદાને કારણે 85 વર્ષના સ્ટેન સ્વામીનું મૃત્યુ થયું.

કોંગ્રેસે UAPAને વધુ કડક બનાવવાનો આરોપ લગાવ્યો

અસદુદ્દીન ઓવૈસીએ UAPA કાયદાને લઈને કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમને કહ્યું, "આ કાયદો 2008 અને 2012માં કોંગ્રેસ સરકાર દ્વારા વધુ કડક બનાવવામાં આવ્યો હતો, મેં ત્યારે પણ તેનો વિરોધ કર્યો હતો. 2019માં ભાજપે ફરીથી તેના પર કડક જોગવાઈઓ/સુધારા લાવ્યા, તો કોંગ્રેસે ભાજપનો વિરોધ કર્યો. મેં સમર્થન કર્યું હતું. આ કાયદા બાદ આશા હતી કે મોદી 3.0 પરિણામોમાંથી કંઈક શીખશે પરંતુ તે કઈ શીખ્યા નહિ,  અત્યાચાર અને અતિરેકનો આ સિલસિલો ચાલુ રહેશે.”

અરુંધતિ રોય પર 14 વર્ષ પહેલા આરોપ લગાવવામાં આવ્યો હતો

લેખિકા અરુંધતી રોય અને પ્રોફેસર શૌકત હુસૈન પર 21 ઓક્ટોબર 2010ના રોજ LTG ઓડિટોરિયમ, કોપરનિકસ માર્ગ, દિલ્હી ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ સામાજિક કાર્યકર્તા સુશીલ પંડિતે બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

આ સમાચાર શેર કરો