મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: "આપણો સહિયારો ઇતિહાસ કરુણાથી ભરેલો છે": હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક વચ્ચે ઐતિહાસિક બેઠક!

સોર્સ: gstv

નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું હતું.

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "આપણો સહિયારો ઇતિહાસ માનવતા અને કરુણાની ઊંડી છાપ ધરાવે છે, અને આપણું સહિયારું ભવિષ્ય ઇનોવેશન (નવીનતા) તેમજ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગની અપાર સંભાવનાઓ ધરાવે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારી આ મુલાકાત ભારત-પોલેન્ડની વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઊર્જાનો સંચાર કરશે અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જશે."

પોલેન્ડના વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને આગામી સમયમાં ટેકનોલોજી, સંશોધન અને આર્થિક ક્ષેત્રે પરસ્પર ભાગીદારી વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો