VIDEO: ભારતીય નાવિકના મૃતદેહમાંથી અંગો ગાયબ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના 33 વર્ષીય ભારતીય નાવિક રાકેશ ચૌહાનના મોતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. વેનેઝુએલામાં મર્ચન્ટ નેવીના જહાજ પર ફરજ બજાવતા રાકેશના મોત બાદ જ્યારે તેમનો મૃતદેહ ભારત પહોંચ્યો, ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન તેમના શરીરમાંથી હાર્ટ, મગજ, ફેફસાં અને કિડની સહિતના લગભગ તમામ મુખ્ય આંતરિક અંગો ગાયબ હોવાનું સામે આવતા પરિવાર સહિત તબીબો પણ ચોંકી ગયા છે.

