Video: ગુલામોહર ગ્રીન્સ સોસાયટીમાં ટાવર તોડવા આદેશ

ઇલાહાબાદ હાઇકોર્ટે ગાઝિયાબાદના સાહિબાબાદ સ્થિત ગુલમોહર ગ્રીન્સ રેસિડેન્શિયલ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ટાવરોને સંપૂર્ણપણે તોડી પાડવાનો કડક આદેશ આપ્યો છે. આ ઉપરાંત, અદાલતે અન્ય ચાર ટાવરોના ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ૯મા અને ૧૦મા માળને પણ બે મહિનામાં ધ્વસ્ત કરવાનો અને બિલ્ડર સામે આકરા પગલાં લેવાનો આદેશ આપ્યો છે.







