VIDEO: ઓપરેશન શેરુવાલી આજે ૧૫મા દિવસમાં પ્રવેશ્યું
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલા દોરીમાલ અને ગંભીર મુઘલાનના ગીચ જંગલોમાં સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલા દોરીમાલ અને ગંભીર મુઘલાનના ગીચ જંગલોમાં સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન શેરુવાલી આજે ૧૫મા દિવસમાં પ્રવેશ્યું છે. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલની ભૌગોલિક પરિસ્થિતિ અત્યંત પડકારજનક હોવા છતાં સુરક્ષા દળો અત્યાધુનિક ટેકનોલોજી અને ડ્રોનની મદદથી આતંકીઓના ઠેકાણાઓ શોધી રહ્યા છે. સમગ્ર વિસ્તારને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે


