મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: UP ના મૈનપુરી જિલ્લામાં બિલ્ડિંગની છત ધરાશાયી થતા એકનું મોત

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં આવેલ ભોગાંવ વિસ્તારમાં નેશનલ હાઈવે-34 પર એક દુખદ અકસ્મા

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં આવેલ ભોગાંવ વિસ્તારમાં નેશનલ હાઈવે-34 પર એક દુખદ અકસ્માત સર્જાયો હતો. અહીં બની રહેલી અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગનું છતનો ભાગ અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈવે પર કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનનો આગળનો ભાગ નીચે પડ્યો હતો. કામ કરી રહેલા શ્રમિકો અને ત્યાંથી પસાર થતા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ કરાવી હતી. આ મામલે બેદરકારીનો કેસ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં બાંધકામની ગુણવત્તાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે...

આ સમાચાર શેર કરો