દેશમાં ફરી ખેડૂત આંદોલનના ભણકારા! 15 ઓગસ્ટે દિલ્હીમાં ફરી ટ્રેક્ટર રેલી કાઢશે
MSP સહિત અન્ય મુદ્દાને લઇને પ્રદર્શન કરતા ખેડૂતો ફરી દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવા જઇ રહ્ય

MSP સહિત અન્ય મુદ્દાને લઇને પ્રદર્શન કરતા ખેડૂતો ફરી દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવા જઇ રહ્યાં છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, MSP લીગલ કાયદો બનાવવા માટે હવે ફરીથી રેલી કાઢવામાં આવશે અને 15 ઓગસ્ટે આખા દેશમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. અત્યારે શંભુ અને ખનૌરી બોર્ડર બંધ છે. જ્યારે પણ આ બોર્ડર ખુલશે ખેડૂતો દિલ્હી તરફ આગળ વધશે.
ખેડૂત નેતાએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, 31 ઓગસ્ટે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂત બોર્ડર પર ભેગા થાય. રેલી કાઢવામાં આવશે. 1 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલમાં, હરિયાણામાં મહારેલી યોજાશે. 22 સપ્ટેમ્બરે પીપલીમાં મોટી રેલી કરીશું. આશીષ મિશ્રા મોનૂ જે ખેડૂતોનો હત્યારો હતો તેને જામીન મળી ગયા છે, આવા લોકો જેલમાં હોવા જોઇએ, તેમના વિરૂદ્ધ અમે આંદોલન કરીશું.
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એક અઠવાડિયાની અંદર શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. 17 જુલાઇએ તેનો સમય પૂર્ણ થઇ ગયો પરંતુ આ પહેલા હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને ઉઠાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે MSPની લીગલ ગેરંટી સહિત 12 માંગોને લઇને 13 ફેબ્રુઆરીએ પંજાબના ખેડૂતો દિલ્હી માટે નીકળ્યા હતા પરંતુ હરિયાણા સરકારે પટિયાલા અને અંબાલા વચ્ચે શંભુ બોર્ડર પર તેમનો રસ્તો બંધ કરી નાખ્યો હતો. તે સમયથી ખેડૂતો શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે.






