મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓમર અબ્દુલ્લા બન્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે. ઓમર અબ્દુલ્લાએ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ ક

ઓમર અબ્દુલ્લા બન્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે. ઓમર અબ્દુલ્લાએ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યાં હતા. શપથવિધિના કાર્યક્રમમાં I.N.D.I.A. ગઠબંધનના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, સંજય સિંહ સહિત અનેક દિગ્ગજો સામેલ થયા હતા.

સુરેન્દર ચૌધરી જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી

સુરિન્દર ચૌધરી કેન્દ્ર શાસિત પ્રદેશના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરિન્દર ચૌધરીએ જમ્મુ કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા.

આ નેતાઓએ મંત્રીપદના લીધા શપથ

બારામુલ્લાના રાફિયાબાદના ધારાસભ્ય જાવેદ અહેમદ ડારે મંત્રી પદના શપથ લીધા હતા. અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. સતીશ શર્મા છંબ વિધાનસભામાં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.સકીના ઇટ્ટૂએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. સુરીન્દર ચૌધરીએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.

જોકે, કોંગ્રેસે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે કોંગ્રેસના કોઇ પણ ધારાસભ્ય મંત્રી પદના શપથ નહીં લે. કોંગ્રેસ બહારથી જ નેશનલ કોન્ફ્રરન્સને સમર્થન આપશે.

NC-કોંગ્રેસ ગઠબંધને જીતી હતી 48 બેઠક

મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફ્રરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને જીત મળી છે. 90 બેઠકમાંથી નેશનલ કોન્ફ્રરન્સ 42 અને કોંગ્રેસે 6 વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. ભાજપ 29 વિધાનસભા બેઠક જીતવામાં સફળ રહ્યું હતું. મહબુબા મુફ્તીની પાર્ટી પીડીપી આ ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરી શકી નહતી અને માત્ર 3 બેઠક પર જીત મળી હતી.

આ સમાચાર શેર કરો