મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓડિશામાં નવી સરકારના ગઠન પહેલા ભાજપ કરશે શક્તિ પ્રદર્શન, યોજાશે PM મોદીનો ભવ્ય રોડ શો

ઓડિશામાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન થયું હતું. જેમાં ભ

ઓડિશામાં નવી સરકારના ગઠન પહેલા ભાજપ કરશે શક્તિ પ્રદર્શન, યોજાશે PM મોદીનો ભવ્ય રોડ શો

ઓડિશામાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન થયું હતું. જેમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. હવે ઓડિશામાં ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં રોડ શો કરશે. મોદી 12 જૂન બુધવારે સાંજે રોડ શો કરવાના છે. આ રોડ શો જયદેવ વિહારથી જનતા મેદાન સુધી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ઓડિશા આવી રહ્યા છે.

12મી જૂને શપથ ગ્રહણ સમારોહ યોજાશે

ઉલ્લેખનીય છે કે ઓડિશાના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 12 જૂનના રોજ યોજાનાર છે. શપથ ગ્રહણ સમારોહ જનતા મેદાનમાં યોજાશે. આવી સ્થિતિમાં જનતા મેદાનમાં ભાજપ તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. જેને જોતા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઓડિશામાં 24 વર્ષ બાદ ભાજપની સરકાર

ઓડિશામાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. 24 વર્ષ સુધી સતત સત્તામાં રહેલા બીજુ જનતા દળ પાસેથી સત્તા છીનવી લીધા બાદ ભાજપ શપથ ગ્રહણ સમારોહને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહ પહેલા પાર્ટી ભવ્ય રોડ શો દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. શપથ ગ્રહણ સમારોહ અને વડાપ્રધાનના રોડ શોને ધ્યાનમાં રાખીને કમિશનરેટ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

કોને કેટલી બેઠક મળી હતી? 

ભારતીય જનતા પાર્ટી: 78 બેઠકો
બીજુ જનતા દળ : 51 બેઠકો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : 14 બેઠકો
અન્ય : 4 બેઠકો

આ સમાચાર શેર કરો