VIDEO:મનાલી-રોહતાંગ માર્ગ પર વાહનોનો મહાસાગર!
દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશના પ્રવા

દેશના મેદાની વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો તરફ દોડી રહ્યા છે. વિકેન્ડના કારણે મનાલી અને રોહતાંગ રૂટ પર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે જેના પરિણામે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. પ્રવાસીઓના અભૂતપૂર્વ ધસારાને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે, અને વાહનો કલાકો સુધી એક જ જગ્યાએ અટવાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાહનોની સંખ્યા નિર્ધારિત ક્ષમતા કરતા ઘણી વધારે હોવાથી સ્થિતિ તણાવપૂર્ણ બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં પહાડી રસ્તાઓ પર ટ્રાફિકમાં ફસાયેલા હજારો વાહનો જોઈ શકાય છે. પ્રવાસીઓને સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તથા મુસાફરીના પ્લાનિંગમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ભારે ભીડને લીધે સ્થાનિક વ્યવસ્થાતંત્ર પર પણ દબાણ વધ્યું છે.



