VIDEO:UP પોલીસ ભરતી પરીક્ષામાં ઉમેદવારોનો મહાસાગર! 28 લાખથી વધુ ઉમેદવારો ઉમટ્યા
ઉત્તર પ્રદેશમાં 32 હજાર 679 કોન્સ્ટેબલ પદો માટેની પોલીસ ભરતીની લેખિ


ઉત્તર પ્રદેશમાં 32 હજાર 679 કોન્સ્ટેબલ પદો માટેની પોલીસ ભરતીની લેખિત પરીક્ષાને લઈ ઉમેદવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રયાગરાજ, લખનઉ, અને વારાણસી સહિત રાજ્યના 75 જિલ્લાઓમાં ફેલાયેલા 1 હજાર 183 પરીક્ષા કેન્દ્રો પર લાખો વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. આ ત્રણ દિવસીય પરીક્ષામાં અંદાજે 28લાખથી વધુ ઉમેદવારો નોંધાયા હતા.જેના કારણે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડો પર ભારે ભીડ ઉમટી પડી હતી. અનેક સ્થળોએ ઉમેદવારોને રહેવા અને મુસાફરીમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો; ટ્રેનોમાં જગ્યા ન મળતા કેટલાક ઉમેદવારો બારીઓ દ્વારા ડબ્બામાં પ્રવેશતા પણ જોવા મળ્યા હતા. રાજ્ય સરકારે ઉમેદવારોની સુવિધા માટે રોડવેઝ બસોના ભાડામાં 50% રાહત અને સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી હતી. કડક સુરક્ષા અને AI દેખરેખ હેઠળ યોજાયેલી આ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી




