Video: દિલ્હીમાં હવાના વધતા પ્રદૂષણના મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

દિલ્હીમાં હવાના વધતા પ્રદૂષણના મુદ્દે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજીવ ચોક મેટ્રો સ્ટેશન ખાતે NSUIના કાર્યકરોએ એકત્ર થઈ પ્રદૂષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન પ્રદૂષણની સમસ્યાને લઈને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ ઝાખરે પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે હવા પ્રદૂષણના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
જાહેરાત







