મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી' શિંદેને ભાજપ નેતાનો પડકાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ભલે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) નેતા એકનાથ શિંદે સાથે મ

'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી' શિંદેને ભાજપ નેતાનો પડકાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ભલે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) નેતા એકનાથ શિંદે સાથે મળીને સરકાર ચલાવી રહ્યા હોય. પરંતુ બંને વચ્ચે હજુપણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન એકનાથ શિંદે સામે બીજો પડકાર આવ્યો છે. સોમવારે (24મી ફેબ્રુઆરી) ભાજપના મંત્રી ગણેશ નાઈકે પોતાના ગઢ થાણેમાં જનતા દરબાર યોજી હતી. આ દરમિયા તેમણે જણાવ્યું હતું કે, 'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી. નેતૃત્વ બદલાતું રહ્યું છે. આ બાબત જનતાની સ્વીકૃતિ પર પણ આધાર રાખે છે કે કોનું વર્ચસ્વ રહેશે.'

એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે મતભેદ

ભાજપ નેતા ગણેશ નાઈકે જણાવ્યું હતું કે, 'હવે આવતા મહિને હું ફરી થાણેમાં જનતા દરબાર યોજશે.' છેલ્લા ઘણાં સમયથી એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે મતભેદોના અહેવાલો સામે આવી રહ્યા છે. એક તરફ ગણેશ નાઈકે એકનાથ શિંદેના ગઢમાં જનતા દરબારનું આયોજન કર્યું હતું, તો બીજી તરફ એકનાથ શિંદેએ તાજેતરમાં કહ્યું હતું કે, 'મને હળવાશથી ન લેવો જોઈએ. મેં 2022માં સરકાર બદલી હતી. કોઈએ મને હળવાશથી ન લેવો જોઈએ.'
 
ભાજપ નેતૃત્વ દ્વારા ગણેશ નાઈકને પણ પ્રમોટ કરવામાં આવી રહ્યું છે જેથી એકનાથ શિંદેને નિયંત્રિત કરી શકાય. મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ નાઈકે જણાવ્યું હતું કે, 'હું થાણેમાં જનતા દરબારનું આયોજન કરી રહ્યો છું. જેથી લોકોને તેમની સમસ્યાઓના ઉકેલ માટે લાંબા સમયની રાહ ન જોવી પડે. રાજકારણમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ મુખ્ય વસ્તુ જનતામાં છબી અને સ્વીકૃતિ છે.' આ કાર્યક્રમમાં NCP ધારાસભ્ય સંજય કેલકર અને MLC અને નિરંજન દાવખરે પણ હાજર હતા. ગણેશ નાઈક પાલઘર જિલ્લાના પ્રભારી મંત્રી હોવા છતાં, તેઓ થાણેમાં પણ કોર્ટ ચલાવી રહ્યા છે.

ગણેશ નાઈક 1990થી જાહેર દરબારનું યોજી રહ્યા છે 

ભાજપ નેતા ગણેશ નાઈકે 1990ના દાયકામાં મહારાષ્ટ્રમાં જનતા દરબાર યોજવાની શરૂઆત કરી હતી. જેનો હેતુ નાગરિકોને વહીવટ સાથે જોડવાનો હતો. તેમણે તાજેતરમાં ત્રીજી ફેબ્રુઆરીએ વાશીમાં અને 21મી ફેબ્રુઆરીએ પાલઘરમાં આવા જ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આનાથી તેમની રાજકીય પહોંચ વધુ મજબૂત થઈ છે.

આ સમાચાર શેર કરો