મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ન સ્વચ્છતા, ન લાઇસન્સ! બોટલબંધ પાણીની ગુણવત્તા પર સવાલ! આ રાજ્યમાં 12 યુનિટ્સ બંધ

ન સ્વચ્છતા, ન લાઇસન્સ! બોટલબંધ પાણીની ગુણવત્તા પર સવાલ! આ રાજ્યમાં 12 યુનિટ્સ બંધ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

કર્ણાટકમાં પેકેજ્ડ પીવાના પાણી (Packaged Drinking Water)ના ઉત્પાદન અને વેચાણમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે રાજ્યભરમાં હાથ ધરેલા વિશેષ તપાસ અભિયાન (Inspection Drive) દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી 12 યુનિટ્સને બંધ કરાવી છે. તપાસમાં અસ્વચ્છતા, ફરજિયાત લાઇસન્સનો અભાવ અને જીવાત નિયંત્રણનાં પ્રમાણપત્રો ન હોવા જેવી ખામીઓ મળી આવી હતી.

57 યુનિટ્સની તપાસ, 37 નમૂના લેબોરેટરીમાં મોકલાયા

શુક્રવારે તપાસ અભિયાનના બીજા દિવસે અધિકારીઓએ કર્ણાટકની 57 પેકેજ્ડ પાણીની યુનિટ્સનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પાણીના 37 નમૂના (Samples) એકત્ર કરીને સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અહીં પાણીની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

અસ્વચ્છતા અને લાઇસન્સનો અભાવ

વિભાગના જણાવ્યા અનુસાર, કેટલીક યુનિટ્સમાં સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા નહોતી. પાણીના ઉત્પાદન સાથે જોડાયેલા કર્મચારીઓ પાસે ફરજિયાત મેડિકલ સર્ટિફિકેટ (Medical Certificate) નહોતાં. કેટલીક જગ્યાએ પેસ્ટ કંટ્રોલ (Pest Control)નાં પ્રમાણપત્રો પણ ગેરહાજર હતાં.

આ ઉપરાંત 29 યુનિટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને નોટિસ (Notice) આપવામાં આવી છે. તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વિજયપુરામાં 82 કાર્ટન પાણીની બોટલો જપ્ત

હાસન, બેંગલુરુ અર્બન, કાલબુર્ગી, બીદર અને મૈસુરુ રૂરલ સહિતના વિસ્તારોમાં નિયમભંગ બદલ યુનિટ્સ બંધ કરવામાં આવી હતી. વિજયપુરાના દેવનહલ્લી તાલુકામાં એક યુનિટમાંથી એક લિટરની પાણીની બોટલોના 82 કાર્ટન પણ જપ્ત કરાયા હતા. લેબલિંગના નિયમોના ઉલ્લંઘન બદલ જપ્ત કરાયેલા આ જથ્થાની કિંમત રૂ. 7,380 હોવાનું જણાવાયું છે.

આ વિશેષ તપાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી યુ.ટી. ખાદરના નિર્દેશ બાદ હાથ ધરવામાં આવી હતી. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે પાણીની ગુણવત્તા અંગે વધુ કાર્યવાહી થઈ શકે છે.

 

આ સમાચાર શેર કરો