મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સરકાર બનાવવાને લઇને નીતિશ કુમારનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર બનાવવા માટે ગઠજોડની રાજનીતિ શરૂ થઇ છે. આજે દિલ્હ

સરકાર બનાવવાને લઇને નીતિશ કુમારનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર બનાવવા માટે ગઠજોડની રાજનીતિ શરૂ થઇ છે. આજે દિલ્હીમાં NDA અને INDIA ગઠબંધનની બેઠક મળી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. આ દરમિયાન નીતિશ કુમારે સરકાર બનાવવાને લઇને મોટું નિવેદન આપ્યું છે.

નીતિશ કુમારે શું કહ્યું?

દિલ્હી NDAની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા નીતિશ કુમારે કહ્યું કે, "સરકાર તો બનશે જ".

JDUના નીતિશ કુમાર બનશે કિંગ મેકર?

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 240 બેઠક મળી છે જે બહુમતના આંકડાથી 32 બેઠક ઓછી છે. જોકે, NDAએ 292 બેઠક સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. NDA આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઇ ગઇ છે. તે બાદ PM મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું સોપી શકે છે પછી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

ચંદ્રબાબુની TDP 15 બેઠક સાથે બીજા અને નીતિશ કુમારની JDU 12 બેઠક સાથે NDAમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. બન્ને પાર્ટીઓ આ સમયે ભાજપ માટે જરૂરી છે, તેમના વગર ભાજપની સરકાર બનાવવી મુશ્કેલ છે.

આ સમાચાર શેર કરો