મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

...આટલું કહ્યું અને પછી નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને મળીને પગ સ્પર્શ કરવા ઝૂકી ગયા

એનડીએ સંસદીય દળની બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન અને જેડી(યુ)ના વડા નીતિશ કુમારે નરેન્દ્ર મોદીન

...આટલું કહ્યું અને પછી નીતિશ કુમાર નરેન્દ્ર મોદીને મળીને પગ સ્પર્શ કરવા ઝૂકી ગયા

એનડીએ સંસદીય દળની બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન અને જેડી(યુ)ના વડા નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા અને ભાજપ અને એનડીએ સંસદીય દળના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપતા જોરદાર ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારી પાર્ટી જેડીયુ વડાપ્રધાન પદ માટે મોદીજીને સમર્થન આપે છે. તેમણે સમગ્ર દેશની સેવા કરી છે અને અમે સંપૂર્ણ રીતે તેમની સાથે રહીશું. લોકો અર્થ વગરની વાતો કરે છે.

એનડીએ સંસદીય દળની બેઠકમાં ભાષણ આપ્યા બાદ જ્યારે નીતિશ કુમાર ફરી સ્ટેજ પર આવ્યા તો તેમણે પીએમ મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. નીતિશ કુમાર તેમના પગને સ્પર્શ કરવા આગળ વધ્યા કે, તરત જ પીએમ મોદીએ તેમના બંને હાથ પકડીને ઉષ્માભર્યો હાથ મિલાવ્યા, જેનું નીતિશ કુમારે માથું નમાવીને સ્વાગત કર્યું. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. નોંધનીય વાત એ છે કે, સીએમ નીતિશ કુમાર પીએમ નરેન્દ્ર મોદી કરતા એક વર્ષ નાના છે.

'આગામી ચૂંટણીમાં બધા હારશે'

આ પહેલા એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધિત કરતી વખતે જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે અને ફરીથી વડાપ્રધાન બનવાના છે. નીતિશ કુમારે આગળ કહ્યું, 'તેમણે આખા દેશની સેવા કરી છે, મને પૂરો વિશ્વાસ છે કે જે પણ બાકી રહ્યું છે, તે આગામી સમયમાં પૂર્ણ કરશે, રાજ્યની જે પણ સ્થિતિ હશે, અમે આખો દિવસ તેમની સાથે રહીશું. આપણે જોયું છે કે, અહીં અને ત્યાં કેટલાક જીત્યા છે. આગામી ચૂંટણીમાં તે બધા હારશે. તેઓએ (વિપક્ષ) આજ સુધી કોઈ કામ કર્યું નથી, દેશ આગળ વધશે અને બિહારના તમામ કામ થશે.

નીતિશે કહ્યું, 'બિહારના તમામ પેન્ડિંગ કામો પૂરા કરવામાં આવશે. આ એક મોટી વાત છે કે, અમે બધા સાથે આવ્યા છીએ અને અમે બધા તમારી (PM મોદી) સાથે મળીને કામ કરીશું. તમે રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લેશો, પરંતુ હું ઇચ્છું છું કે, તમે આજે જ શપથ લો. જ્યારે પણ તમે શપથ લેશો ત્યારે અમે તમારી સાથે હોઈશું... અમે બધા તમારા નેતૃત્વમાં સાથે મળીને કામ કરીશું...'

આ સમાચાર શેર કરો