બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમારે ભાજપને આપ્યો મોટો ઝટકો,આ રાજ્યમાં JDUએ સમર્થન પરત ખેચ્યું
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDUએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે.JDUએ પૂર્વોત્તર રાજ્ય મણ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDUએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે.JDUએ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભાજપ સરકાર પાસેથી સમર્થન પરત લઇ લીધુ છે. 60 બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપ પાસે બહુમત કરતા વધારે 32 બેઠક છે પરંતુ 6 બેઠક ધરાવતી JDU પણ તેમની સાથે હતી. હવે નીતિશ કુમારની પાર્ટીએ ભાજપ સરકારથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બે વર્ષથી અશાંત ચાલી રહેલા મણિપુરમાં ભાજપ માટે આ મોટો ઝટકો છે, જે પહેલા કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઇને વિપક્ષનો સામનો કરી રહી છે.
નીતિશ કુમારે ભાજપને આપ્યો ઝટકો
મણિપુરમાં ભાજપે 32 બેઠકો સાથે પોતાના દામ પર સરકાર બનાવી છે.NPF પાસે 5 બેઠક અને NPP પાસે 7 બેઠક છે. JDUએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 6 બેઠક જીતી હતી. અહીં કોંગ્રેસ પાસે 5 બેઠક છે જ્યારે KPA પાસે 2 ધારાસભ્ય છે. JDUના સમર્થન પરત લેવાથી ભાજપ સરકાર સામે કોઇ ખતરો નથી પરંતુ આ નિર્ણયના દુરગામી પરિણામો આવશે. દિલ્હીથી પટના સુધી અર્થઘટન કરવામાં આવશે. આ વર્ષએ ઓક્ટોબરની આસપાસ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં નીતિશની પાર્ટીના આ નિર્ણયને ભાજપ પર સીટ વહેંચણી માટે દબાણ બનાવવાની રણનીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
મણિપુરમાં એન.બીરેન સિંહ ભાજપના મુખ્યમંત્રી છે જેમના પર હિંસાને કાબુમાં ના લેવાનો આરોપ છે. વિપક્ષ તરફથી તેમને પદ પરથી હટાવવાની સતત માંગણીઓ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે તેમને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે મણિપુરમાં કુકી અને મેઈતૈ સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ લાંબા સમયથી ચાલી રહી છે.ગુવાહાટી હાઈકોર્ટે મેઈતૈ સમુદાયને આદિવાસી વિસ્તારોમાં સ્થાયી થવાની મંજૂરી આપ્યા બાદ વિવાદ થયો હતો.રાજ્યમાં લગભગ ત્રણ-ચતુર્થાત બિન-શહેરી વિસ્તારમં કુકી સમુદાયના લોકો રહે છે જ્યારે મેતૈઇ સમુદાયની વસ્તી પાટનગર અને તેની આસપાસના વિસ્તારમાં રહે છે.








