Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nitish Kumar expresses gratitude after NDA's bumper victory

NDAની બંપર જીતથી ગદગદ્ થયા નીતિશ કુમાર, માન્યો PM MODI અને બિહારવાસીઓનો આભાર

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
NDAની બંપર જીતથી ગદગદ્ થયા નીતિશ કુમાર, માન્યો PM MODI અને બિહારવાસીઓનો આભાર
સોર્સ : google

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની બંપર જીતથી ગદગદ થયેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ચૂંટણી પરિણામોમાં વલણ મુજબ એનડીએ 200થી વધુ બેઠકો પર આગળ છે, જેમાં ભાજપ 91 અને જનતા દળ યુનાઈટે (JDU) 85 બેઠકો પર આગળ છે.

App Store

મુખ્યમંત્રીએ PM મોદી અને બિહારવાસીઓનો આભાર માન્યો

નીતિશે ચિરાગ પાસવાનનો પણ આભાર માન્યો

નીતિશ કુમારે વધુમાં લખ્યું છે કે, ‘એનડીએ ગઠબંધને ચૂંટણીમાં એકતા દેખાડીને ભારે બહુમતી મેળવી છે. આ મોટી જીત બદલ હું ગઠબંધનના તમામ સાથી ચિરાગ પાસવાન (Chirag Paswan), જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) અને ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha)નો પણ આભાર માનું છું. આપ સૌના સહયોગથી બિહાર વધુ આગળ વધશે અને બિહાર દેશના સૌથી વિકાસશીલ રાજ્યની કેટેગરીમાં સામેલ થશે.’

ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને 243 બેઠકોમાંથી બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 91 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 85 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 19 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 24, કોંગ્રેસ છ, સીપીઆઈએમએલએલ 2, સીપીઆઈએમ એક બેઠક અને આઈઆઈપી એક બેઠક પર આગળ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.