નીતિશ કુમાર ફરી ખેલ કરશે? તેજસ્વી યાદવ સાથેની તસવીર વાયરલ થતા ભાજપમાં વધ્યું ટેન્શન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પછી રાજકારણ ગરમાયું છે. તમામની નજર બે નેતાઓ પર છે. કહેવામાં

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પછી રાજકારણ ગરમાયું છે. તમામની નજર બે નેતાઓ પર છે. કહેવામાં આવે છે કે દિલ્હીની સત્તાની ચાવી આંધ્ર પ્રદેશની સાથે સાથે બિહાર પાસે છે. એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરને જોઇને ભાજપની સાથે સાથે NDAના અન્ય સહયોગી પણ ચોકી ગયા છે. ચર્ચામાં તો હવે એવી પણ થઇ રહી છે કે એવું ના બને કે નરેન્દ્ર મોદી સાથે ખેલ ના થઇ જાય અને સરકાર INDIA ગઠબંધનની બની જાય.
નીતિશ-તેજસ્વી એક સાથે
દિલ્હીમાં સરકાર રચના પહેલા બન્ને ગઠબંધનની બેઠક મળશે. બન્નેના સહયોગી દિલ્હી પહોંચી રહ્યાં છે. NDAના સહયોગી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ INDIA ગઠબંધનના સહયોગી તેજસ્વી યાદવ પણ દિલ્હી પહોંચ્યા છે. સૌથી મોટી વાત એ છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઇટથી દિલ્હી આવ્યા છે. ફ્લાઇટમાં બન્ને નેતાઓના રિએક્શન જોઇને ચર્ચાનું બજાર ગરમ છે. કેટલીક અટકળો પણ લાગી રહી છે. કહેવામાં આવે છે કે શક્ય છે કે નરેન્દ્ર મોદી સાથે ખેલ પણ થઇ શકે છે.
પહેલા આગળ-પાછળ બેઠા હતા નેતા
ફ્લાઇટમાં બન્ને નેતા આગળ-પાછળ બેઠા હતા. નીતિશ કુમાર આગળ બેઠા હતા અને તેજસ્વી યાદવ સુધાકર સિંહ સાથે પાછળ બેઠા હતા. જ્યારે બન્ને નેતાની નજર મળી તો બન્ને હસ્યા હતા અને એક બીજાના હાલચાલ પૂછ્યા હતા. કહેવામાં આવે છે કે નીતિશ કુમારે સૌથી પહેલા તેજસ્વી યાદવના સ્વાસ્થ્યને લઇને સવાલ કર્યો હતો. જોકે, આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે રાજકીય વાતચીત થઇ નહતી.
હવે અન્ય એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પાસ-પાસે બેઠેલા જોવા મળે છે.
બિહારમાં NDAને 30 બેઠક મળી
મહત્ત્વપૂર્ણ છે કે બિહારમાં JDU અને ભાજપને 12-12 બેઠક મળી છે. NDAના સહયોગી ચિરાગ પાસવાન પાંચ અને એક બેઠક પર જીતનરામ માંઝીની જીત થઇ છે. હવે ચર્ચા છે કે નીતિશ કુમાર પલટી મારે છે તો નરેન્દ્ર મોદીનું શું થશે?








