VIDEO: નિતિન નવીનનો લખનૌ પ્રવાસ ૨૦૨૭ની રણનીતિ પર ભાર
સોર્સ : gstv
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન ૪ અને ૫ જુલાઈના રોજ ઉત્તર પ્રદેશની બે દિવસીય મહત્વપૂર્ણ સંગઠનાત્મક મુલાકાતે લખનૌ પહોંચ્યા છે, જ્યાં તેમણે ભવ્ય રોડ-શો દ્વારા પક્ષના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ મુલાકાતમાં તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પક્ષના દિગ્ગજ નેતાઓ અને કોર કમિટી સાથે ચૂંટણીલક્ષી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરશે. આ બે દિવસ દરમિયાન તેઓ શક્તિ કેન્દ્ર સંયોજક સંમેલનને સંબોધિત કરવા ઉપરાંત બૂથ સ્તરના કાર્યકરો અને એનડીએના સાથી પક્ષો સાથે સંવાદ સાધી પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન આપશે, જે રાજ્યમાં ભાજપની ચૂંટણી તૈયારીઓને નવી ગતિ આપશે.

