Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : New railway facility: No need to stand in counter queue, book general ticket from RailOne app

રેલવેની નવી સુવિધા: કાઉન્ટરની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં, RailOne એપથી બુક કરો જનરલ ટિકિટ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રેલવેની નવી સુવિધા: કાઉન્ટરની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં, RailOne એપથી બુક કરો જનરલ ટિકિટ
સોર્સ : gstv

ટ્રેનમાં અવારનવાર મુસાફરી કરતા લોકો માટે એક ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. હવે જનરલ (અનામત વગરની) ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશનના કાઉન્ટર પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. ભારતીય રેલવે પોતાના 'RailOne' એપ દ્વારા મુસાફરોને ઘરે બેઠા ઓનલાઈન જનરલ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ એપ દ્વારા ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને ડિસ્કાઉન્ટ (Railways Ticket Discount Offer) પણ આપવામાં આવી રહ્યું છે.

App Store

ઓનલાઈન ટિકિટ બુકિંગ અને 3 ટકા ડિસ્કાઉન્ટ

રેલવે દ્વારા ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડીઆરએમના અધિકૃત એક્સ હેન્ડલ પરથી 'સફરની શરૂઆત, રેલ વન એપ સાથે' ટેગલાઈન સાથે આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ એપ મારફતે જનરલ ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને 3 ટકાની ખાસ છૂટ આપવામાં આવે છે. આ ડિસ્કાઉન્ટ આપવાનો મુખ્ય હેતુ સ્ટેશનો પર ટિકિટ બારીઓ પર થતી ભીડ ઘટાડવાનો છે.

ડિજિટલ ટિકિટિંગ અને પેમેન્ટના વિકલ્પો

ભારતીય રેલવે વધુને વધુ મુસાફરોને ડિજિટલ સિસ્ટમ સાથે જોડવા માગે છે. RailOne એપ પર ટિકિટનું પેમેન્ટ કરવા માટે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા અનેક સુલભ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી કોઈપણ મુસાફર પોતાના સ્માર્ટફોનથી સરળતાથી ચુકવણી કરી શકે.

ઘરે બેઠા ટિકિટ બુક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

  • ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી RailOne એપ ડાઉનલોડ કરો.
  • લોકેશન અને નોટિફિકેશન પરમિશન આપો.
  • IRCTC એકાઉન્ટ હોય તો યુઝરનેમ અને પાસવર્ડથી સીધા લોગઈન કરો.
  • નવા યુઝર્સે ફોન નંબર અને OTP વેરિફિકેશન દ્વારા લોગઈન કરવું.
  • લોગઈન કર્યા પછી હોમ સ્ક્રીન પર Book Tickets પર ક્લિક કરો.
  • ત્યારબાદ Unreserved Ticket વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે Source-Destination સ્ટેશન અને મુસાફરીની તારીખ પસંદ કરો.
  • ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે અને QR ટિકિટ મળી જશે.