યૂ ટ્યુબ જોઇને ગોળી ચલાવતા શીખ્યા આરોપી, 3 મહિનાથી ચાલતું હતું બાબા સિદ્દીકીને મારવાનું પ્લાનિંગ; પોલીસનો નવો ખુલાસો
NCPના સીનિયર નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે. બાબા સિદ્દીકીની હત્યાનું ષડયંત

NCPના સીનિયર નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે. બાબા સિદ્દીકીની હત્યાનું ષડયંત્ર ત્રણ મહિના પહેલાથી જ શરૂ થયું હતું. કેટલીક વખત હથિયાર વગર આરોપી બાબા સિદ્દીકીના ઘર પાસે પણ ગયા હતા. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળેલી જાણકારી અનુસાર બાબા સિદ્દીકીની હત્યાનું પુરૂ પ્લાનિંગ પુણેમાં કરવામાં આવ્યું હતું.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 15થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે જેમાં કેટલાક સાક્ષી છે જે આ ઘટના સમયે ત્યાં હાજર હતા. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ધરપકડ કરવામાં આવેલ ચોથો આરકોપી હરીશ મિડલ મેનનું કામ કરતો હતો. પ્રવીણ અને શુભમ લોનકર (ફરાર આરોપી)એ ધરપકડ કરાયેલા શૂટર ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને 2 લાખ રૂપિયા આપ્યા હતા અને આ પૈસા ચોથા આરોપી હરીશના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા હતા.
યૂ ટ્યુબ પરથી ગોળી ચલાવતા શીખ્યા
શૂટર્સને પૈસાની સાથે બે મોબાઇલ ફોન પણ આપવામાં આવ્યા હતા. હરીશ 9 વર્ષથી પુણેમાં રહેતો હતો. તપાસમાં એવી પણ ખબર પડી કે આરોપી ચેટિંગ માટે સ્નેપ ચેટ એપનો ઉપયોગ કરતા હતા અને ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કોલિંગ માટે કરતા હતા. આરોપી શૂટર્સ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ યૂ ટ્યુબ પર વીડિયો જોઇ જોઇને ગોળી ચલાવતા શીખ્યા હતા. આરોપીઓએ બંદૂક ચલાવવાની પ્રેક્ટિસ કુર્લા અને પુણેમાં કરી હતી.
ત્રણ ફરાર આરોપીની તપાસ ચાલુ
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણ આરોપી ફરાર છે. મુંબઇ પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં જે બ્લેક રંગની બેગ મળી છે તેમાં 7.62 MMની બંદૂક મળી છે. મહત્ત્વપૂર્ણ છે કે આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનું પણ નામ સામે આવી રહ્યું છે.શુભમ લોનકરે જ ફેસબુક પોસ્ટ પર બિશ્નોઇ ગેન્ગનું નામ લીધુ હતુ જે બાદ તેની તપાસ ચાલી રહી છે.







